________________
ષષ્ઠમ ઉદ્દેશક
સતપુરુષની આજ્ઞાનું ફળ
સ્વાતંયમીમાંસા નામના ચેાથા ઉદ્દેશકમાં આજ્ઞાની અધીનતા બતાવી હતી. અહીં છઠ્ઠામાં આજ્ઞાની આરાધનાનું ફળ સૂચવે છે.
ગુદેવ બોલ્યા [૧] પ્રિય જંબૂ ! કેટલાક સાધકે પુરૂષાથી હોય છે પણ આજ્ઞાના આરાધક હોતા નથી. કેટલાક આજ્ઞાના આરાધક હોવા છતાં પુરૂષાથી હોતા નથી. આ બન્ને સ્થિતિ હે શિષ્ય! તારા જેવા સાધકે માટે ન થાઓ, એમ શ્રી જિનેશ્વરદેવે દર્શાવ્યું છે.
નેધ – ગુરુની આજ્ઞા સંબંધમાં ખૂબ ભ્રમ પ્રવર્તતે હોય છે, તેને આમાં સ્પષ્ટાર્થ છે. “ તું બહાર શોધે છે તે બહાર નથી પણ તારામાં છે,” એવી અંતઃકરણને દઢ પ્રતીતિ કરાવીને પુરુષાર્થી બનવું. એ સદ્ગુરુની આજ્ઞાની આરાધના ગણાય. આ માર્ગથી વિપરીત રીતે એટલે કે જેઓ બહાર શોધવા માટે પ્રયત્ન કરી રહ્યા છે, કીર્તિ, માન, પૂજા, ઋદ્ધિસિદ્ધિ કે સમૃદ્ધિ માટે સદ્ગુરુશરણ શોધી રહ્યા છે, તેઓ સદ્ગુરુદેવની આજ્ઞામાં નથી એમ માનવું અને જેઓ બાહ્ય કે આંતરિક કશો પુરુષાર્થ નથી કરતા એટલે કે કેવળ વિકલ્પમય જીવન ગાળે છે તેઓ પણ સદ્ગુરુદેવની આજ્ઞામાં નથી એમ માનવું. અહીં એક શક્તિને દુરુપયોગ કરે છે, અને બીજે શક્તિ હોવા છતાં અશક્ત