________________
ચારિત્ર ખીલવવાના ઉપાચા
૧૫૩
વિચારાય તે પછી પદાર્થ પેાતે સુખ કે દુઃખ આપનાર નથી. એ વાત સમજાય, અને વૃત્તિમાંથી પાપ સહેજે છૂટતું જાય.
પૂર્વ અધ્યાસા ક્રિયા કરાવી નાખે એવું બને, તેપણ તે ક્રિયામાં વૃત્તિ પાપી ન હેાય એટલે તે ક્રિયા વિકાસમાં માધક ન નીવડે. જ્યાં સુધી આ વાત હૈયે ન ચોંટી હાય ત્યાં સુધી પૂર્વ અભ્યાસાને લઈને, કે પ્રસંગની અધીનતાને લઈને કે ગમે તે નિમિત્તે જે પાપી ક્રિયા થાય તે કુસંસ્કારને મૂક્તી જાય છે. અને એ કુસંસ્કાર નિમિત્ત મળતાં જ પુનઃ તે સ્વરૂપે આવીને ઊભા રહે છે. આ રીતે ચક્ર ચાલ્યા કરે. એટલે જ્યાં સુધી સમજણના મૂળમાં રહેલી ભૂલ નીકળી શુદ્ધ સમજ ન થાય ત્યાં સુધી જાગૃતિ હાચ તમે તે કાĆકારી નીવડે નહિ.
[૪] જેમ આ વિશ્વમાં વાના આશયેા ભિન્નભિન્ન છે, તેમ તેમનું દુઃખ પણ ભિન્નભિન્ન છે. માટે મુનિએ કશી પણ હિંસા કે મૃષા ભાષણ જેવા દૂષણને ન સ્પર્શીતા, સંયમમાર્ગમાં ઉપસ્થિત થતાં કડક સંકટાને પણ સમભાવે સહન કરવાં. અને આ રીતે વર્તનારા મુનિ જ ઉત્તમ પ્રકારના ચારિત્રશીલ મુનિ ગણાય.
નોંધ:-બહાર જે સુખઃખ દેખાય છે તે આશયથી જ થાય છે. આ આરાયાની ભિન્નતા એટલે કર્મોનાં પરિણામેાનું તારતમ્ય. એના ઉપર જ આખા સંસારનું વિવિધ સ્વરૂપરૂપે મંડાણ છે એમ કહીએ તે ચાલે. પ્રત્યેક વ્યક્તિ ભિન્નભિન્ન આકૃતિ અને સાધનસામગ્રી ધરાવે છે. તેનું કારણ પણ આરાયાની ભિન્નતા જ છે. સંસારની આ વિવિધતા એ જ કના અચળ કાયદાની
નૈસર્ગિક કુદરતી શક્તિના અસ્તિત્વની પ્રતીતિ છે. જે મુનિ આટલું મનન કરશે તે મુનિ પ્રમાદ કે કષાયને ક્ષમ્ય નહિ કરી શકે. કારણ કે કુદરતના અચળ કાયદાની સાચી પ્રતીતિ નથી થઈ ત્યાં સુધી જ તે પેાતાના માટે પુરુષાર્થીના દુરુપયેાગ કરે છે, વેડફે છે, બીજાને હણે છે અને પેાતે હણાય છે. હિંસા અને મૃષાનું મૂળ નૈસર્ગિકતાના અવિશ્વાસ જ છે.
સ્વા
જ્યાં સુધી કુદરતના અચળ કાયદા પર સાધક વિશ્વાસુ ન બને ત્યાં સુધી તે ખીન્નનું ભલું કરવાના કોડ સેવે તાયે તે કાડ પૂર્ણ થઈ શકે નહિ. જે જે ક્ષેત્રમાં તે પ્રવેશે તેમાંતેમાં તેનું અભિમાન તેને સતાવ્યા કરે. આ દૃષ્ટિબિંદુ ન સમજાયું હેાય ત્યાં સુધી જ દાન અને પરોપકારની મહત્તા છે.