________________
૨૦૪
આચારાંગસૂત્ર અંતરને સુધારી શકતો નથી અને ઊંડા ઊતરી શકતો નથી. આવો સાધક કેવળ ખોટી રીતે ચિત્તને બાળતો હોય છે. અને એ સ્થિતિને વિચારનું સ્વરૂપ અપાય છે, પણ તે તો માત્ર વિકલ્પ હોય છે. વિચારોનો સંબંધ અંતર સાથે હોવાથી તે ગમે ત્યાંથી નિર્ણય શોધી ક્રિયાત્મક બન્યા વિના ટકી શકે નહિ. પણ વિકલ્પોની ઊંડી ખાઈમાં પડેલો સાધક નિર્ણયના કાંઠાને ન મેળવી શકે એટલે ક્રિયાત્મક પણ થઈ શકે નહિ. ' બીજી વાત અહીં સૂત્રકાર એમ કહે છે કે –વિકલ્પોથી ટેવાયેલા, એટલે કે જેની મનોમય સૃષ્ટિમાં ચાલતા વિકલ્પોની સ્થિતિ દઢ થઈ છે તેવા સાધકનો આ અધ્યાસ સ્વયં 2 કેટલીકવાર અશક્ય બને છે. ત્યારે તેવા પ્રસંગે વિચારક સાધકે પોતાના અનુભવનું કિરણ તેના પ્રતિ જરૂર ફેંકવું ઘટે. ફેંકવું એ વાક્ય કહીને એ મહાપુરુષે વિચારકની જવાબદારીનું ભાન સૂચવ્યું છે.
જેટલો જે ઉચ્ચ તેટલી જ તેની જગત પ્રત્યેની જવાબદારી વધારે એક સામાન્ય વ્યક્તિ પણ ભૂલ કરતી હોય કે ગૂંચવણમાં પડી ગઈ હોય, અને તે જે ગૂંચવણ ઉકેલી શકે તેવા શ્રધેય સાધક પાસે પિતાની વસ્તુસ્થિતિ રજૂ કરે, તો તેમણે પોતાના અનુભવ કે શક્તિને છુપાવવા ન ઘટે. જળાશય કેઇના ઘેર સ્વચં ચાલીને જતું નથી પરંતુ તૃષાતુર તેને કાંઠે આવી તેને લાભ લેવા ધારે તો તે નિઃસંકેચપણે લઈ શકે છે. અનુભવી સાધકે પણ એટલા જ નિખાલસ અને ઉદાર હોવા ઘટે.
[૭] એ અનુભવી સાધકે વળી એમ પણ કહે છે કે –“અહો સાધક! શ્રદ્ધાવાન અને ગુરુકુળમાં વસનાર મુનિ સાધકની ગતિ અને સ્થાન કેવા ઉત્તમ છે ? તેમજ સ્વછંદાચારીઓની ગતિ અને સ્થિતિ કેવી અધમ છે ? એને બરાબર અવેલેકી લે. આ માર્ગ ઉત્તમ છે, અને આ માર્ગ અધમ છે. એ બને સ્થિતિને તપાસ.” પ્રિય જંબૂ! એ અનુભવી સાધકે બીજા સાધકને માત્ર આ રીતે સમજાવવા પ્રયત્ન કરે; પણ પિતે તે સાધક સાથેના પ્રસંગમાં તેની જેમ પોતાના આત્માને બાલભાવમાં ન ખેંચી જાય, એટલે કે દુરાગ્રહી ન બની જાય, એનો ખ્યાલ રાખે.