________________
૨૦૨
આચારાંગસૂત્ર
સ્વપ્નભ્રમ જેવી છે, સાચી ગતિ જ નથી, એમ કહી શકાય. પણ નિર્ણય શોધી લેનાર ચાલતે ન દેખાય તોયે એ આંતરિક રીતે ગતિમાન છે; તેની ગતિ અદશ્ય હોય તોયે સાચી છે.
[૫] પરંતુ જે સાધકની શ્રદ્ધા જ અપવિત્ર છે. તેને તો સમ્યક કે અસમ્યક બને વસ્તુ (અસમ્યક વિચારણાને લીધે ) આ (અસત્ય)રૂપે જ પરિણમે છે.
નેધ–ઉપરના કથનથી એમ કહે છે કે સાચો કે ખોટો નિર્ણય તુરત સ્વીકારવા કરતાં નિર્ણય ભલેને મેડે થાય તો સાચો જ નિર્ણય કરવો એ સારે સિદ્ધાંત છે. અને સાધકને સૂત્રકાર કહે છે કે બધુ ! મૌન ભજ. તારી શક્તિ અને અનુભવથી આ બીન પર છે. હજુ જેને નિર્ણચનુંયે દર્શન ન થયું હોય તે શુદ્ધ નિર્ણય ક્યાંથી કરી શકે ? અને નિર્ણયની શુદ્ધિ વિના સિદ્ધાંત કેવો ? એટલે અહીં જે કહેવાય છે તે પર જ લક્ષ્ય આપ. તારા અનુભવ કે કલ્પનાને કેરે મૂક અને આ બીનાને ફરીથી તપાસ.
જેની શ્રદ્ધા પવિત્ર છે ” આ વાકયમાં તો સૂત્રકાર વિલક્ષણ કહી નાખે છે. શ્રદ્ધા અહીં આશયના અર્થમાં છે. જેને આશય શુદ્ધ છે તેને સત્ય હો કે અસત્ય હોય તેની કંઇ ચિંતા નથી. અસત્ય હોય તો તેને તે સત્ય રૂપમાં પરિણમે છે.
આ વાત ખૂબ ઊંડી છે, અનુભવ વિના ગમ્ય પણ નથી. આને ટૂંક સાર એ છે કે-સાધક સત્યાસત્યની બહારની ભાંજગડમાં ન પડતાં કેવળ આશયની પવિત્રતા પર વધુ લક્ષ આપે, એ યોગ્ય છે. કારણ કે સાધકદશામાં રહેલો માનવી સત્યાસત્યને પોતાની દૃષ્ટિથી જ માપતો હોય છે. આથી ઘણીવાર એવું પણ બને કે જે એની દૃષ્ટિમાં અસત્ય દેખાતું હોય તે સત્ય હોય અને સત્ય દેખાતું હોય તે અસત્ય હોય. સારાંશ કે સત્ય કે અસત્ય એ તેની દષ્ટિએ સાપેક્ષ છે. નિશ્ચિત સત્યને તો પૂર્ણ જ્ઞાનની દૃષ્ટિ જ તોલી શકે. એ તેલ કાઢવાની બીજાનાં છાબડાંમાં શક્તિ નથી હોતી, અને ન હોઈ શકે. તોયે આખા જગતને જાણે ન્યાય આપી દેવા માટે પિતાને ન્યાયાધીશ તરીકે મોકલ્યો ન હોય, તેમ માનવ બીજાના ગુણદોષો જોયા કરે છે. એટલું જ નહિ પણ ઉપલક દૃષ્ટિએ જોયું ન જોયું, ને ન્યાય આપી દેવા એ બહાર પડે છે.