________________
આચારાંગસૂત્ર
કથન કેઈ એક માટે નથી એવું સૂત્રકાર કહી દે છે. આપ્તપુરુષો કઈ એકને સંબોધીને કહે છે, તે આખા જગતને સંબંધ ધરાવતી બીના હોય છે એવું આમાંથી ફલિત થાય છે. અને તે વાસ્તવિક છે. કારણ કે વ્યક્તિ અને વિશ્વના સંબંધનું તેમને સંપૂર્ણ જ્ઞાન હોવાથી તેઓ અમુકના મટી સમસ્ત જગતના બની ગયા હોય છે. અને તેથી તેમના પ્રત્યેક પદમાંથી વિશ્વની પ્રત્યેક યોગ્ય વ્યક્તિને સહજ સહજ પ્રેરણું સાંપડે છે.
આ રીતે જે અનુભવી પુરુષની નિકટમાં નથી તે પણ દર્શન, વાણી કે આંદોલનોથી તે મહાપુરુષો પ્રત્યે શ્રદ્ધા કેળવી જીવન ઘડી શકે છે. તે જે સાધક મહાપુરુષોની પાસે રહેવા છતાં, તેનો સેવક કે શિષ્ય બીજાની દૃષ્ટિએ દેખાવા છતાં પોતે વિશ્વાસ ન કેળવી શકતો હોય, અધીન ન બની શકતો હોય, અધીન બનવાની ઈચ્છા હોવા છતાં તેવું આચરી ન શકતો હોય તેવા યોગ્ય સાધકને દુ:ખ થવું સ્વાભાવિક જ છે. પરંતુ આવી સ્થિતિમાંય તે નિરાશ ન થાય એમ અહીં સૂત્રકાર કહેવા માગે છે. કારણ કે વિકલ્પવાનને નિરાશા વધુ પડે છે. માટે જીવનમાં આશા અને ઉત્સાહનાં સૂત્રો પૂરી એ સાધક આ પ્રમાણે ચિંતન કરે કે “જિનેશ્વરે–આત્મવિજેતાઓ જે કંઈ કહે છે તે સત્ય હોવું સ્વાભાવિક છે. અને સત્ય તો એ જ કહેવાય કે જેમાં શંકાને અવકાશ ન હોય.” આવું ચિંતન કેઈ ને કઈ કાળે સુયોગ્ય સાધકમાં સત્ય પરની શ્રદ્ધા જન્માવે છે.
બાકી જ્યાં વિકલ્પો હોય ત્યાં કઈ તત્વ સંભવતું નથી. તે શ્રદ્ધા શાની સંભવે ? એટલે વિકલ્પવાળી સ્થિતિમાં શ્રદ્ધા ન હોવી સંભવિત છે. પણ શ્રદ્ધા ન થવાનાં કારણો બહાર શોધાય છે, ત્યાં જ ભૂલ છે. વિકલ્પો ગયા પછી ફળની પ્રતીતિ થવી મુશ્કેલ નથી. કારણ કે પ્રત્યેક જન પોતાની આસપાસના બનતા અનેક સહજ બનાવો વચ્ચેથી કુદરતના કાનૂનની સફળતા શોધી શકે છે અને નિયમિતતા જોઈ શકે છે. આટલું જણાયા પછી એ બધું અંતઃકરણપૂર્વક વિચારવું જોઈએ, અને જ્યારે અંત:કરણથી વિચારશે એટલેશ્રદ્ધા આવ્યું જ ઢકે છે.
[૪] પ્રિય જંબૂ! મહાપુરુષો દ્વારા વસ્તુસ્વરૂપ સમજીને શ્રદ્ધાળુ થયેલા ઘણું મુનિ સાધકે ત્યાગ ગ્રહણ કરતી વખતે “જિનભાષિત