________________
અખંડ વિશ્વાસ
- ૧૯ પણ આટલું જાણું કે સમજી લેવાથી એ દૂર થઈ જશે એવું, કિંવા વિકલ્પ એ તે મનને એક સ્વાભાવિક અને સ્વતંત્ર ગુણ છે તેને દૂર કેમ કરી શકાય એવું માની કોઈ તે તરફ બેદરકાર ન રહે.
વિકલ્પ એ વૃત્તિનું એક પ્રકારનું સ્પંદન (કંપ) છે, મનદ્રવ્યની એક ક્રિયા છે એ ખરું. પરંતુ તેય એ નિવાર્ય તો છે જ. એટલે મનમાં ઉત્પન્ન થતા વિકલ્પોનું વિવેકબુદ્ધિદ્વારા સમાધાન કરી તેમને શાંત કરવાનો પ્રયાસ કરવો જોઈએ.
જે સાધક વિકલ્પોનું શમન ન કરતાં વધુ વેગ આપે છે એમનું મન એટલું જ ઉગ્ર અને ચંચળ બને છે, એમની સ્મૃતિ પણ શુદ્ધ રહેતી નથી. અને એથી જ તેઓ ઉપયોગભ્રષ્ટ થઈ નિમિત્તો મળતાં દંભ, અભિમાન, ક્રોધ અને એવા તામસી ગુણ તરફ ખેંચાઈ જાય છે. આવા સાધકને શાંતિ ક્યાંથી હોય !
વિકલ્પવાન પ્રત્યેક સ્થળે શંકાશીલ હોવાથી કશી પ્રગતિ સાધી શકતો નથી. આ સ્થળે એ પણ કહી દેવું ઉચિત છે કે વિકલ્પોને કેટલાક અજ્ઞાન સાધકે વિચાર કે ચિંતન માને છે. એ તેમને મહાન ભ્રમ છે. વિચાર અને ચિંતનમાં નિર્ણય હોય છે, વિક૯૫માં નિર્ણય હોતો નથી. વિકલ્પવાન સાધક ગૂંચાયેલા સૂતરની જેમ ઉકેલવા જતાં વધુ ગૂંચવાતે જાય છે. અને એને આવા વિકલ્પોથી માનસિક દર્દો પણ શીધ્ર લાગુ પડી જવાનો સંભવ રહે છે.
(૩) મહાપુરુષોનાં ગંભીર વચનને કેટલાક મુનિદેવ સમજીને અનુસરે છે અને કેટલાક ગૃહસ્થો ગૃહસ્થજીવનમાં હોવા છતાં પણ અનસરી શકે છે. અને તે પ્રસંગે જે કઈ સાધક પોતાના કર્મોદયથી) તત્ત્વદશી પુરુષોની સાથે રહેવા છતાં તે સમજી કે આચરી ન શકત. હોય તે તેને ખેદ કેમ ન થાય ? અવશ્ય થાય જ. પરંતુ આવા પ્રસંગે તે સાધકને બીજા વિચક્ષણ સાધકે ઠેકાણે લાવવા માટે કહેવું ઘટે કે આત્મબંધુ!) જિનવરદેવેએ (સ્વાનુભવથી) જે કંઈ ભાખ્યું છે તે નિઃશંકપણે સત્ય છે. એમ વિચારવાથી એ મહાપુરુષોની આજ્ઞાને આરાધવાની શ્રદ્ધા પ્રગટ થઈ શકશે. | નેધ–અહીં ગૃહસ્થો પણ અનુભવી પુરુષોના વાકયને અનુસરે છે. એ રીતે ત્યાગી સાધક અને ગૃહસ્થ સાધક બનેને ઉલ્લેખ કરી આ ઉપરનું