________________
૧૯૭
અખંડ વિશ્વાસ મારું છે તે કોઈ છીનવી લેવાનું નથી, અને છીનવી લેવા જેવું હશે તે મારું નથી. તો પછી ચિંતા શી ?” એટલી પ્રતીતિ થયા પછી જ આ યોગ્યતા પ્રગટે છે.
જળાશયની જેમ વિવેકી, જાગૃત અને આરંભક્રિયાથી પર થયેલા મહર્ષિ પુરુષો પણ એવી જ સહજ ઉદારતા, સહજ નિરાસક્તિ અને સ્વરૂપમગ્નતા રાખી શકે છે. હજારે પાતકીઓ તેની જ્ઞાનગંગામાં પવિત્ર થઈ શકે છે. જે લોકો જગતની દષ્ટિએ અધમ, નીચ, નાસ્તિક, પાપી કે મિથ્યાત્વી દેખાતા હોય તે પણ તેમના દષ્ટિબિંદુમાં એવા નથી દેખાતા. એમને મન તો કાંચન અને લોષ્ઠ બને સમાન હોય છે, એમની દૃષ્ટિ એમાંના એકે પર લાભાતી કે ખેંચાતી નથી. એકાંત એમને અતિપ્રિય હાય, તોયે જનતાનો ખળભળાટ તેમને ખળભળાવતો નથી. હજારે જનો એમના જ્ઞાનની મીઠાશ ચાખી શકે એટલા તે જ્ઞાનના ભંડાર હોય છે, છતાંયે નિત્ય નવીન જનના સંસર્ગથી પિતાના અનુભવને નક્કર બનાવવાની એમની જિજ્ઞાસા તાજી જ રહે છે. એ પારસ કરતાંયે વધુ ઉદાર હોય છે. એમનો સંગ પાપીને પણ સંતના રૂપમાં પલટાવે છે. એ પુણ્યના પુજ સમા છે, એમનું વાતાવરણ જ સમસ્ત જગતને પાવન કરે છે. એમને મરણની લેશ પણ પરવા હોતી નથી. આ પુરુષો પિતે મુક્તિ તરફનો માર્ગ કાપે છે, બીજાને પણ પ્રેરણા આપે છે, છતાંયે જગત પર અમે ઉપકાર કરીએ છીએ, એવું એમને ભાન પણ હેતું નથી.
અહીં આત્મવિશ્વાસ અને કુદરતી કાનૂનને અધીન થઈ વહેતા જીવનનો સુમેળ ચિતાર છે. આવું જીવન મહર્ષિ સાધકને તો સહજ હોય; બીજા સાધકે આ રીતે દ્રહ ( જળાશય ) અને મહર્ષિના દૃષ્ટાંતનો ઘડે લઈ પિતાનું જીવન કેળવે, એમ કહેવાનો સૂત્રાશય છે.
[૨] હે જંબૂ! આ માર્ગની યથાર્થતા જાણી તેમાં ગયા બાદ “ફળ થશે કે નહિ થાય” એ જે સાધક ઘડીઘડી સંશય રાખે છે તે સાધકને સાધનામાં ઉમવંત રહેવા છતાં સમાધિ પ્રાપ્ત થતી નથી.
નેધ –આ સૂત્ર એમ કહે છે કે ઉપર વર્ણવેલો માર્ગ અનુભવીએ બતાવેલો નિશ્ચિત માર્ગ છે, તેમાં સંશય ન કરતાં શ્રદ્ધા કેળવે. કારણ કે