________________
૧૯૬
આચારાંગસૂત્ર
શય, સમપ્રદેશમાં પણ પેાતાના સ્વરૂપમાં મસ્ત રહી હમેશાં નિર્મળ જળથી ભરપૂર અને પેાતાના પ્રવાહને પાતામાં શમાવી આત્મરક્ષણ કરતું રહે છે, તેમ આ સંસારમાં મહિષ સાધા કે જે મહાન બુદ્ધિમાન, જાગરુક અને આર ભશસ્ત્રોથી વિરમેલા હેાય છે, તે પણ આ સત્યનું પાલન કરે છે અને મૃત્યુના ભય ધર્યા વિના સતત પુરુષાર્થ કર્યે જાય છે. (તેમનું દૃષ્ટાંત ચિત્તમાં સ્થાપે. )
નોંધ:—સાચી સમજનું ફળ પરિણામે વૈરાગ્ય, ત્યાગ અને નિરાસક્તિમાં પરિણમે છે એ સિદ્ધાંત જેટલા નક્કર છે, એટલે જ સાચી સમજ શ્રદ્ધા પછી જ આવે છે એ સિદ્ધાંત પણ નિશ્ચિત છે. અહીં જળાશયનુ દૃષ્ટાંત આપ્યું છે, તેની પાછળ ઘણા હેતુએ છે. તેને વપરાયેલું એકે એક વિશેષણ પણ તેલું જ સહેતુક છે. દા. ત., જળાશયમાં પવિત્રતા છે. પણ તેની પવિત્રતા બીજાથી અભડાઈ જાય એવી કૃત્રિમ નથી. સાચી પવિત્રતા પાતે પવિત્ર રહે છે, અને ખીન્ન મળને પણ પવિત્ર બનાવી શકે છે. આ વાત મનનીય છે.
જળારાયમાં જે મીઠાશ છે તે માત્ર દેખવાપૂરતી નથી, હારા તૃષાતુરની તૃષા છુપાવે તેવી તેનામાં દિવ્ય શક્તિ છે. “ સમભૂમિમાં રહેલું જળાશય” એવું જળાશયનું જે વિશેષણ વપરાયું છે એમાં એ ભાવ છે કેઃ—જળાશય પેાતે ખીજી બધી સ્થળભૂમિ એટલે કે પેાતાથી વિજાતીય ભૂમિની વચ્ચે હેવા છતાં પેાતાની ચારે કાંઠાની મર્યાદા જાળવીને ગેલ કરી રહ્યો છે, એટલું જ નહિં બલકે પેાતે પેાતાના સ્વરૂપમાં નિર્મળતામાં મસ્ત રહીને મેાજ માણી રહ્યો છે, એમ સૂચવે છે. આટલું જાળવવા છતાંયે બહારનું આક્રમણ આવે તા તેને જીતવાની તેનામાં ગંભીર છતાં અમેધ શક્તિ છે. બહારની વિજાતીય ભૂમિની રજ આવે તે તેના પર પેાતે વિજય મેળવી તેને નીચે દબાવી નિર્મળતામાં ઊલટી વૃદ્ધિ કરે છે.
જીએઃ—જળાશયની આસપાસ ખીજી બધી સ્થળભૂમિ હેાવા છતાં તેના પ્રત્યે દ્વેષ કે ધૃણા નહિ ખલકે કેટલું અને કેવું ઔદાર્ય રાખે છે? અનેક દા પાસે હેાવા છતાં પણ એ કેટલે। નિરાસક્ત અને સ્વરૂપમગ્ન છે ? આટલી ચેાગ્યતા છતાંયે એ કેટલા જાગૃત છે? પણ આ બધું તેના આત્મવિશ્વાસ પછી જ તેનામાં આવ્યું છે એ વાત ભૂલી જવી ન જોઈએ. બીજાની સાથે વસવા છતાં કે ખાને અવકાશ આપવા છતાં, “ જે કઈ