________________
અખંડ વિશ્વાસ
૨૦૭
હું છું.” એવા એના પર હું પણુંનો તેં પરાણે આરોપ કર્યો છે. પણ વાસ્તવિક રીતે તે જે દ્વારા જે જાતનું ભાન થાય તે જ તું છે. “રખે હું મારા વ્યક્તિત્વને અને મને ભૂલી જાઉં !” એ જાતનું જે ફરી ભાન થાય છે તે જ તું પોતે છે. એટલે તારા વ્યક્તિત્વને ભૂલતાં રખે હું મને ભૂલું, તેવો ભય રાખવાનું કંઈ કારણ નથી. ખરી વાત તો એ છે કે વ્યક્તિત્વ ભૂલ્યું ભુલાય તેમ નથી, અને જે ભુલાઈ શકે તે વ્યક્તિત્વ નથી. એ તો માત્ર શરીરાદિ પર આરોપિત કરેલું અહંવ કે જેને અભિમાન કહેવામાં આવે છે તે છે; એનો નાશ તો અભષ્ટ છે, એમાં જ વિકાસ છે. એમ કહી અહીં આત્માનું આબેહૂબ સ્વરૂપ વર્ણવ્યું છે. શબ્દમાં આથી વધુ શું આવી શકે ?
[] જે આત્મા છે તે જ વિજ્ઞાતા છે. અને જે વિજ્ઞાનને દષ્ટા છે તે જ આત્મા છે. અથવા જે જ્ઞાનવડે વિજ્ઞાનસ્વરૂપ જાણું શકાય છે, તે જ્ઞાન પોતે જ આત્માને ગુણ છે. અને એ જ્ઞાનને લઈને જ આપણને આત્માની પ્રતીતિ થાય છે. આ રીતે જ્ઞાન અને આત્માના પારસ્પરિક સંબંધને જેઓ યથાર્થપણે જાણે છે તે જ સાચા આત્મવાદી છે, અને તેવા સાધકનું જ અનુષ્ઠાન યથાર્થ છે. એમ જ્ઞાની પુરુષોએ કહ્યું છે.
નોંધઃ– “જે વિજ્ઞાતા છે તે આત્મા છે અને જે આત્મા છે તે વિજ્ઞાતા છે.” આમ કહી અહીં સૂત્રકાર મહાત્માએ આત્મસ્વરૂપનું જ્ઞાન
ક્યારે થાય તેનો કમ બતાવ્યો છે. વિકલ્પ ગયા પછી શ્રદ્ધા જન્મ, શ્રદ્ધાથી જ્ઞાન જન્મે અને જ્ઞાન થયા પછી વિજ્ઞાન હાથ લાગે. એવા વિજ્ઞાનનો દ્રષ્ટા એ જ વિજ્ઞાતા. આને જ લેકભાષામાં આત્મા કહેવાય છે.
વિકલ્પલચથી આવેશ અને વિતર્કો બને સમાઈ જાય એટલે કે બુદ્ધિ અને હૃદય અને પરિશુદ્ધ થાય. બુદ્ધિ અને હૃદયની શુદ્ધિ પછી શ્રદ્ધા જાગે, અને શરીર, પ્રાણુ તથા બુદ્ધિનાં કાર્યોની ભિન્નતા અને હેતુ સ્પષ્ટ દેખાયા પછી ચિત્ત પર અસર થઈ સંસ્કારે સ્વયં પલટાઈ જાય, તથા પૂર્વના અભ્યાસ અને પૂર્વદૃષ્ટિબિંદુઓનું સહેજે શમન થાય તેમ જ અદ્દભુત ભાવનાની ભૂમિકા અવશ્ય પ્રગટે. આ ભૂમિકાએ ભૂલોનું મૂળકારણુ સહેજે શોધાય.