________________
૨૦૬
આચારાંગસૂત્ર શકે છે. આ રીતે અંતઃકરણપૂર્વક વિચારીને કોઈ પણ જીવને હણ કે મારવો નહિ કારણ કે બીજાને હણવા કે મારવાથી તેનું પરિણામ તેના કર્તાને પણ તે જ રીતે ભોગવવું પડે છે. એમ જાણીને કોઈને પણ હણવાને ઈરાદો સુદ્ધાં ન કરવો (આ રીતે પરિણામને ખૂબખૂબ વિચારવાથી) વૈરવૃત્તિને લય થતો જાય છે.
નોંધ:-“જેને હણવા લાયક, પીડવા લાયક કે દૂર કરવા લાયક માને છે તે તું જ છે.” સૂત્રમાં એ ભાવ ફલિત થાય છે કે જે બીજા જીવોને હણે છે તેણે માનવું જોઈએ કે તે બીજાને નથી હણત પણ પિતાને હણ રહ્યો છે. કારણ કે વિશ્વના પ્રત્યેક પ્રાણી સાથે પોતાને સંબંધ છે. વૃત્તિમાં હિસા પેઠી એટલે આત્મા હણાયો એ બે ભાવનામાંથી સાર એ નીકળે કે કોઈ પણ પ્રાણીને દુઃખ આપવાનો કે દુઃખ થાય તેવું વિચારવાનો અધિકાર નથી. આ વાત ધૂળ અહિંસાની દૃષ્ટિએ થઈ. અહીં એથીએ ડી વાત છે.
વિચિકિત્સા કે વિકલ્પવાળાને જગત પ્રત્યે અવિશ્વાસ હોઈ વિકલ્પોદ્વારા કે ભાવનાબાર તે અનેક પ્રકારની હસા કરી રહ્યો હોય છે. બીજા દુષ્ટ છે એમ માનવું એ પણ હિસા જ છે. મદ, વિષય, કષાય, ઈર્ષ્યા, દ્રોહ એ બધા હિંસાભાવનાનાં રૂપે છે. તેથી અહીં સૂત્રકાર કહે છે કે – તને જે બહાર ખરાબ લાગે છે, તેને દૂર કરવા મથે છે, અને હણવા જેવાં માને છે, તેનાં કારણભૂત તે નથી પણ તું છે.
તું એટલે કે –બહિરાત્મા છે. વિકલપવાન હંમેશાં બહિરાત્મસ્વરૂપમાં જ આત્મા માની પ્રવૃત્તિ કરતો હોય છે. બહિરાત્મભાવ જ વિકલ્પ અને તે દ્વારા હિસા ભાવના પ્રેરે છે. આથી જ અહીં કહ્યું છે કે આજે તું અને હિંસાવૃત્તિ એક થઈ ગયાં છે, માટે તેને જ તું હણી નાખ અર્થાત્ કે તું તારાપણું ભૂલી જા. વિકલ્પલય કયારે થાય? ને શ્રદ્ધા કયારે પ્રગટે ? એના ઉત્તરમાં અપાયેલો આ અજોડ અને સરળ ઉપાય છે.
પણ ઘણીવાર સાધકને એમ લાગે છે કે હું જે મને ભૂલી જાવું તે પછી રહે શું ? સૂત્રકાર મહાત્મા ખાતરીપૂર્વક કહે છે કે –તેમાં ડરવાનું કંઈ કારણ નથી. તું જેને ભૂલશે તે તું પિતે નથી. માત્ર “આ હું છું, આ