________________
અખંડ વિશ્વાસ
૨૦૩
આનો અર્થ એ નથી કે સત્ય કે અસત્યને સાધકે તપાસ્યા વગર હાંકયે રાખવું. આનો અર્થ એ છે કે –તે પિતા તરફ જ જેવું. જગતને જેવું હોય તો તે પણ પિતા માટે, બીજા માટે નહિ. જે પિતાને જુએ છે તે જ જગતમાંથી સાર ખેંચી શકે છે. સારાંશ કે સાધક જગતના ગુણ જોવાનું છોડી દઈ અંતર શુદ્ધ કરે. જગત તો આરસી છે; તેમાં જે કંઈ દેખાય છે તે પિતાનું પ્રતિબિંબમાત્ર છે. જે જેવો હોય છે, તે તેવું જગતમાંથી જુએ છે અને મેળવે છે. લાલ રંગની શીશીમાં પડેલું સફેદ દૂધ રક્તવણું છે તેમ ન કહી શકાય. તે જ રીતે જે દૃષ્ટિથી મનુષ્ય બીજાને જુએ છે, તેવું જ તેને દેખાય છે. આવી દૃષ્ટિમાં પદાર્થ કે વ્યક્તિત્વ નથી દેખાતું, ખોખું જ દેખાય છે. અને તે પણ પોતાની આંખ પર જેવા ચમા હોય તેવા રંગનું.
[૬] માટે હે સાધકે ! તમારામાંના જેને એવું સત્યદર્શન થયું છે તેમણે નિરાશ થયેલા અને અસત્ય દષ્ટિવાળા ( વિકલ્પવાન) સાધકોને સત્યવિચારણા કરવા પોતાના અનુભવનું કિરણ ફેંકી આ રીતે પ્રેરિત કરે કે ઓ પુરુષ! તું સત્ય તરફ વળ. કારણ કે સત્ય તરફ વળવાથી જ આ સંસારનો અંત આવે છે–કર્મોનો સંપૂર્ણ ક્ષય થાય છે.
નોંધ-જે બહારનું બધું અસમ્યક છે, અસત્ય છે, અસુંદર છે, એમ માને છે, તેનું સત્ય પણ અસત્યરૂપે જ પરિણમે છે. આ વાત મનનીય છે. ઉપલક દૃષ્ટિએ એ ગળે ઊતરે તેવી નથી. તોયે અનુભવસિદ્ધ છે. આમાં પણ ઉપરના સૂત્રને જ ભાવ છે. વિકલ્પનો આ વસ્તુ સાથે ખૂબ સંબંધ છે, એ ભૂલવા જેવું નથી. વિકલ્પોનું મુખ્ય કારણ બહિર્દષ્ટિ છે જગત સામે વારંવાર નજર કરનાર અને બીજાનું ક્ષણે ક્ષણે બૂરું બોલનાર પિતા સામે જોઈ શકતો નથી. કારણ કે એકીવખતે બે ઉપગ હોઈ શકે નહિ. જે બહાર જાગે છે, તે અંદર જાગી શકતો નથી. આ વાત અનુભવથી પણ સમજાય તેવી છે.
જોકે આવી કટિમાં રહેલા સાધક પણ પોતે જગતને સુધારવાની ભાવના સેવું છું એમ માનતો હોય છે. પરંતુ જે બહારનું બગડેલું જુએ છે તે