________________
સ્વાતંત્ર્યમીમાંસા
૧૯૩
ત્યાં સુધી નિમિત્તો ઉત્તેજના કર્યા વિના રહેતાં નથી. માટે નિમિત્તોથી સંભાળવું રહ્યું.
ઉપસ હાર
સાધકને અવલંબનની અપેક્ષા તેા છેજ. પણ તેથી અવલાંબન લેનાર જાગ્રત ન રહે તે ચાલી શકે એમ કાઈ રખે માની લે! ગુરુકુળમાં વસતા સાધકાને પણ સતત જાગરૂક રહેવાનુ તેા છે જ. જેનુ મન ચંચળ છે અને ઈંદ્રિયા પરવશ છે તે સાધક નિમિત્તે તરફ બેદરકારી સેવે તે મન અને દેહ બન્ને દ્વારા વહેલા કે મેાડા પતન પામે છે. એવા અનેક જ્ઞાનીઓને અનુભવ છે.
ભાગથી ભાગની તૃપ્તિ થતી નથી, પણ ઊલટી વૃત્તિ ઉત્તેજિત થાય છે. આથી તેવી માનસિક સૂક્ષ્મ ત્રુટિને પણ જતી કરવી એ મહાભય કર છે. તેની ખાતર તે જીવન જાય ત્યાં સુધી અર્પણ થવાની સતત તૈયારી અને ત્યાગની તમન્ના હાવી જોઇએ. તે જ તે સાધક સાધનાના માર્ગમાં સ્થિર રહી શકો અને સ્વતંત્ર બની શકો.
સદ્ગુરુશરણ ( અર્પતા )ને મહિમા અહંકારને લય કરી નિરાસક્ત બનવાનું સૂચવે છે. અહંકાર અને મેાહ એ બન્ને પરતંત્રતાનાં ખીજ છે, અને તે બન્નેના લચમાં સ્વતંત્રતાની ઉત્પત્તિ છે. જેટલે અંશે અહંકાર અને માહના દબાવ આછા થાય તેટલે અંશે તે સાધક પ્રત્યેક ક્ષેત્રમાં પેતે સ્વતંત્ર મનતા જાય, અને પેાતાની સાચી સ્વતંત્રતાના ચેપ બીજાને ભગાડતા જાય.
સત્પુરુષની આજ્ઞાને સર્વથા અણુ થઈ જવામાં પૂર્ણ વિકાસ અને પૂર્ણ સ્વાતંત્ર્યની પ્રાપ્તિ છે.
લાલસા અને વાસના અને ચિત્તવૃત્તિના વિકારે છે. ચિત્ત પરના શુભ સંસ્કાર વિના સમતા અને આહલાદ શક્ય નથી. વિકાર અને સ ંસ્કાર અને એકીસાથે રહી શકતા નથી.
સ્ત્રી કે પુરુષ નરકનું દ્વાર નથી. સ્ત્રીમેાહ જ ચિત્તને મૂંઝવનારા છે; માહ કે વાસના જ નરકનું દ્વાર છે. જેટલી મેાહ કે વાસનાની અધીનતા તેટલે જ આત્મઘાત. અને મેાવિજય એ જ પૂર્ણ સ્વતંત્રતા—આત્મમુક્તિ.
એમ કહું છું. લાકસાર અધ્યયનના ચતુર્થાં ઉદ્દેશક સમાપ્ત થયેા.
૧૩