________________
૧૯૨
આચારાંગસૂત્ર
વૃત્તિ નંગે છે એ આવી જ વિદગ્ધ દશાનું પિરણામ છે. એમાં આ શક્તિ અને આરાયની દૂષિતતા અને કારણભૂત છે. શક્તિ વિનાના ત્યાગ નિમિત્તો પર દ્વેષ ઉત્પન્ન કરે તેમાં આશ્ચર્યાં જેવું નથી. પણ તે દ્વેષ ઉપાદાનમાં વધુ અશુદ્ધિ લાવે છે, એ વાત પણ તેટલી જ ચિંતવવા ચાગ્ય છે. આવે સાધક વાસનાના સંસ્કારોને નિમૂળ કરવાના પ્રયત્ન કરવાને બદલે જગત પર ઘૃણા કરવામાં સમય પસાર કરતા હેાય છે.
અનુભવ પણ એમ જ કહે છે કે સ્ત્રીઓ પર કે પદાર્થો પર ઘણા કરનાર પદાર્થોની પેટ ભરીને નિંદા કરતા હોય છે, પદાર્થા સામે બૂરા ધરતા હેચ છે, તેાયે એ ખારીક મૂરખામાંથી પેાતાની તીણી અને તીક્ષ્ણ નજર ફૂંકયા વિના રહી રાકતા નથી. એક બાજુ ઘડીધડી એની સામે જુએ છે, એને ભાગવવાની વૃત્તિને પાપે છે. અને ખીજી માજી તિરસ્કારની વૃત્તિ કેળવતા રહે છે. આનુ પરિણામ રીતે બૂરૂં થાય છે: એક તા પદાર્થો પ્રત્યેના દ્વેષ, ઈર્ષ્યા કે નિાથી તેનું માનસ અધમ બનતુ નય છે, અને ખીજી ખાદ્ય ભાગ ન કરવા છતાં પદાર્થો પ્રત્યેની ભાગવૃત્તિથી આંતરિક વાસનાને વેગ વધારતા જાય છે. આવા ત્યાગીને ત્યાગ ન પચે, પણ ઊલટુ ખમણું પતન કરે. એટલે જ ભેાગથી વાસનાની તૃપ્તિ નથી પણ ભાગના ઘીથી વાસનાને અગ્નિ વધે છે. એવા જ્ઞાની પુરુષોને! દૃઢ અનુભવ હાવા છતાંયે આવા ગૃહસ્થ સાધાને માટે પરિમિત ભેગ।પભાગ ક્ષમ્ય ગણ્યા છે.
પરંતુ જે કંઈ ક્રિયા કરે તે જાગૃતિપૂર્વક કરો. જે ઇચ્છિતની સિદ્ધિ પદાર્થોના ભાગથી મેળવવા ઇચ્છે છે. તે પદાર્થાના ભાગથી મળી શકે નહિ. પણ તે પદાર્થોના ઉપભાગ લીધા પછી સદ્વિચાર અને ઊંડા અવ લાન પછી વિવેકબુદ્ધિ સ્વય' જન્મશે, એમ વારવાર સમજાવ્યું છે.
આથી એ સિદ્ધ થયું કે ક્રિયા કે પદાર્થ પેાતે દૂષિત નથી પણ તેની પાછળ રહેલી વાસના દૂષિત છે. પદાર્થો તે માત્ર નિમિત્તરૂપ છે. આ સૂત્રમાં પણ એવું જ તાત્પ છે. “ વિષયેાત્તેજક કથા ન કરે, વિષયાત્તેજક પ્રશ્ન ન પૂછે, વિષચવર્ધક દૃશ્યો નજી, વિષયાત્તેજક પદાર્થોં પરનું મમત્વ કવી તેવી ક્રિયા ન કરે અને ત્યાં મન પણ ન જવા દે” એમ કહી મન, વાણી અને કર્મીને નિમિત્તેાથી દૂર રાખવાં એટલે કે આત્માભિમુખ ખનવાં સૂચવ્યું છે. એથી એટલું ફલિત થાય કે જ્યાં સુધી ઉપાદાન શુધ્ધ ન હાય