________________
સ્વાતંત્ર્યમીમાંસા
૧૯૧ અનેક પ્રકારના માનસિક દંડ પડે છે. કામથી ક્રોધ, ક્રોધથી સંમોહ, સંમોહથી સ્મૃતિવિભ્રમ, સ્મૃતિવિભ્રમથી બુદ્ધિનાશ અને બુદ્ધિનાશથી પતન, આ પ્રમાણે એની પાછળ આખી પતનની શ્રેણી શરૂ થાય છે. તે દૃષ્ટિએ તે ક્રિયા દૂષિત છે, ને તે સાધક માટે ત્યાજ્ય છે.
[૮] (ગુરુદેવ! વિષયવાસનાના સંસ્કાર કે જે વૃત્તિ પર સ્થાપિત થયા હોય છે તે પતનના કારણભૂત બને છે. માટે એ દૂર કરવા યોગ્ય છે એ વાત હું સમજો. પરંતુ ભગવન! નિમિત્તોને આટલું બધું મહત્ત્વ શા માટે આપવું ઘટે ? વળી આવું કેવળ પુરુષ સાધકને જ થતું હશે કે સ્ત્રી સાધિકાને પણ થતું હશે ? ગુરુદેવે કહ્યું:-પ્રિય શિષ્ય ! આ કથન કેવળ સ્ત્રી સાધિકા કે કેવળ પુરુષ સાધકને માટે નથી, બન્નેના જીવન સાથે આનો સંબંધ છે. જોકે સ્ત્રી અને પુરુષની શરીરરચના ભિન્નભિન્ન હોઈ એમનાં વદન પણ ભિન્નભિન્ન જાતનાં હોય છે પરંતુ વાસનાને સંબંધ તો બન્ને સાથે હોય છે જ. વહાલા જંબૂ! વિષયવાસના પર વિજય મેળવવાની સાધના કરનાર જે વિષયવાસનાનાં નિમિત્તને ખુલ્લાં રાખી સાધના કરવા બેસે તો તે નિષ્ફળ નીવડે છે. માટે જ ફરીફરી પ્રત્યેક મહાપુરુષે કહ્યું છે કે:-) વાસનાનો નાશ કરવા ઈચ્છનાર સાધકે સ્ત્રીઓની શ્રેગારકથા ન કરવી, સ્ત્રીઓનાં અવયવ ન જેવાં, સ્ત્રીઓ સાથે એકાંતમાં ગાઢ પરિચય ન રાખો, સ્ત્રીઓથી નેહ ન કરવો, સ્ત્રીઓનાં અંગોને અડી સેવા ન કરવી, વધુ તે શું સ્ત્રીઓ સાથે વાતચીત કરવામાં પણ મર્યાદિત રહેવું; સારાંશ કે પોતાને માનસિક સંયમ બરાબર જાળવીને પાપાચારથી હંમેશાં ડરતા (દૂર) જ રહેવું.
નેંધ –વાસના પતનનું મૂળ છે. અબ્રહ્મચર્યની ક્રિયાથી વાસનાને પુષ્કળ વેગ મળે છે. એમ સાંભળી ઘણીવાર સાધક વાસનાનું સ્થાન ક્યાં છે, તે કોના પર અને કેવી અસર ઉપજાવે છે, તેનું મૂળ શું તે ભંડાણથી ન સમજે કે ન વિચારે તે તેની દશા દુર્વિદગ્ધ બની જાય છે. બહુધા સ્ત્રીજાતિ પ્રત્યે પુરુષોની અને પુરુષ જાતિ પ્રત્યે સ્ત્રીઓની ઘણું કે તિરસ્કારની