________________
સ્વાતંત્ર્યમીમાંસા
૧૮૯ આ રીતે વ્યય તથા પાપ બને વધે છે, અને શરીરને શ્રમ પૂરત ન મળવાથી ઈંદ્રિ પર તે ખાણાંની ખાટી અસર થાય છે. એટલે લખું અને અ૫ ભેજન પ્રત્યેક સાધકનાં શરીર અને મન બંનેના આરોગ્ય માટે ઉપયોગી છે, એ વાત નિર્વિવાદ છે.
એક સ્થાને ઊભા રહી કાયોત્સર્ગ કરવાનું સૂત્રમાં છે. તે શરીરને કસવાની દૃષ્ટિએ છે. આ બધા પ્રાગે ખૂબ ઉપયોગી નીવડે છે, સાધકને ઘણુવાર પતનમાંથી ઉગારી લે છે. છતાં આટલું કર્યું પતી જતું નથી. બહારના ઉપચારથી વિષનું શમન થાય, તે ન પડે એવું બને, તોય તેથી વાસનાને વિજય પ્રાપ્ત થાય તેવી નિશ્ચિતતા નથી. એટલે સ્થાનાંતર કરવાનું સૂચવ્યું છે. તેમાં બે દષ્ટિબિંદુઓ છે. એક તે ઘણીવાર અમુક સ્થાનો જ એવાં હોય છે કે મનુષ્ય પર ત્યાંના પ્રબળ આદેલનની અસર પડે છે. ત્યાગી તવજ્ઞાની કે ચિંતનશીલ પુરુષનું રહેવાનું ક્યાં બહુ બન્યું હોય ત્યાંનું વાતાવરણ ત્યાં બેસનાર કે રહેનાર પર તેની તેવી અસર ઉપજવ્યાના અનુભવ થાય છે. તે જ રીતે ખરાબ વાતાવરણની પણ તેવી ખરાબ અસર પડ્યા વિના રહે નહિ, અને બીજું તે સ્થાનમાં વાસનાને ઉત્તેજિત કરે તેવાં બાહ્ય નિમિત્તો હોય તો બાધાકર નીવડે. આ બન્ને દૃષ્ટિએ સ્થાન. પરિવર્તન આવશ્યક છે અને તેથી લાભ પણ થાય છે, એ સ્વાભાવિક છે.
ભિક્ષુ ગામેગામ અપ્રતિબંધ વિહરતા હોવા છતાં ચોમાસાનાં ચાર માસ તેને એક સ્થાને રહેવાની આજ્ઞા છે. તેનું કારણ એ છે કે ચોમાસામાં જીની અધિક ઉત્પત્તિ થવાથી અજતનાથી બચી જવાય, વર્ષાવિહારમાં ઉપસ્થિત થતી અશકયતાઓ ટળી જાય, અને જ્ઞાન, ધ્યાન તથા તપને માટે પણ તે ઋતુ વધુ અનુકૂળ છે તેથી ચાતુર્માસ માટે વિહારની મુનિ સાધકને જૈનશાસ્ત્રમાં મના કરી છે. તો અહીં ચાતુર્માસમાં પણ વિહાર કરવાનું સૂચવ્યું છે તેની પાછળ મહાન હેતુ છે. જૈનદર્શન નૈસર્ગિકદર્શન હોઈ તેના નિયમો નૈસર્ગિક બંધારણપૂર્વક અને હેતુપુર:સર યોજાયા હોય છે. માત્ર હેતુને યથાર્થ સમજીને તે નિયમનું પાલન કરવું ઘટે, તે એની મર્યાદા છે.
વિષયોનું ધ્યાન સાધકને જે નુકસાન કરે છે, તે વર્ષાઋતુનો વિહાર નથી કરતો. વર્ષાઋતુના વિહારમાં જે દોષો છે તેના કરતાં વિષયોના ધ્યાનમાં વધુ છે તે દૃષ્ટિએ વિહાર ક્ષમ્ય છે. અને અહીં તે ત્યાં સુધી સૂચવ્યું છે કે