________________
૧૮૮
- આચારાંગસૂત્ર ત્યાગનું આ દષ્ટિબિંદ જૈનધર્મમાં “મારિ ધો અનારી ધો” એટલે ગૃહસ્થ અને ભિક્ષુ ત્યાગી એ રીતે, બૌદ્ધ દીક્ષા પ્રણાલિકામાં પરિમિતકાલીન દીક્ષાની ઢબથી અને વેદધર્મમાં બ્રહ્મચર્યાશ્રમ પછી જ ગૃહસ્થદીક્ષા કે ત્યાગી દીક્ષા લઈ શકાય એવી ઢબથી એમ એક યા બીજા સ્વરૂપે છે.
આ રીતે આકર્ષણ અને મેહની ઊંડી મીમાંસા પછી એ પ્રશ્ન થાય કે મેહનિવારણના ઉપાય શા ? ત્યાગ કે ભગ? સૂત્રકાર અહીં મોહનિવારણને ઉપાય જ્ઞાન બતાવે છે. ત્યાગ કે ભોગ બને જ્ઞાનીને જ પચે છે. અજ્ઞાનીને તે એ બને વેડે છે, એકને ચિત્તના પરિતાપે અને બીજાને મુખ્યત્વે દેહના પરિતાપે.
[૬] મોક્ષાથી શિષ્ય ! ( પ્રયત્ન કરવા છતાંયે જે વાસનાના પૂર્વસંસ્કારેને વશ થઈ ) મુનિ સાધક વિષયોથી પીડાય તો તે (દ્રિને ઉત્તેજિત થતાં રોકવા માટે) બહુ નિર્બળ (કૂખ) આહાર કરે, ભૂખ કરતાં અ૫ ખાય, એક સ્થાને ઊભો રહીને કાર્યોત્સર્ગ કરે અથવા બીજે ગામ જતો રહે. આટલે પ્રયત્ન કરવા છતાં પણ મન વશ ન થાય તે આહારને ત્યાગ પણ કરી દે, પરંતુ કદી સ્ત્રીસંગ (અબ્રહ્મચર્યસેવન) તે ન જ કરે.
નેધ–આકર્ષણની વિવશતામાં મહિને જન્મવાને પ્રાયઃ સંભવ હોવાથી આ સૂત્રમાં આર્કષણને વશ કરવાના પ્રયોગને લગતી વાત સૂત્રકાર મહાત્મા કહે છે. વિષત્પાદક નિમિત્તોને ત્યાગ સ્વીકાર્યા પછી પણ વિષની જાગૃતિ થવાનો સંભવ છે જે કારણોથી થાય છે, તે બાહ્ય અને આંતરિક કારણેના સૂક્ષ્મ અવલોકન પછીને આ નિર્દેશ હોય તેમ સમજાય છે.
વિષયોની ઉત્તેજનાને ખેરાક પર પણ મેટે આધાર છે. “જેવું અન્ન તેવું મન ” એ સૂત્ર વિચારવાયેગ્ય છે. રસાળ, સ્વાદ અને તીખાં ભોજન વિષયવૃત્તિને ઉગ્ર બનાવે છે. એટલે અહીં લખેસૂકે ખોરાક ખાવાનું સૂચવ્યું છે. અલ્પ ભોજન પણ એટલી જ મહત્ત્વની વસ્તુ છે. શરીર પાસેથી સાધનરૂપે કામ લેવા માટે ખોરાકની આવશ્યક્તા છે, ઇંદ્રિયને ઉત્તેજના કરવા માટે નહિ. આટલી સાદી વાત સૌ કોઈ સાધક સમજતો જ હશે; તોયે પદાર્થોમાંના સ્વાભાવિક રસને બદલે તેલ, મરચું, મીઠાશ, ખટાશ વગેરે અનેક વસ્તુઓને રસમિશ્રિત કરીને ખાણ ખવાય છે. એ જોતાં જણાશે કે તેમ કરવાથી ખોરાક માટે ખાવાનું નથી રહેતું, ખાવા માટે ખોરાક બની જાય છે.