________________
૧૯૦
આચારાંગસૂત્ર
આહારના સર્વથા ત્યાગ કરી જીવન ટુંકાવવું એ ચેાગ્ય છે, પણ અબ્રહ્મચર્ચ્યાનું સેવન કરવું યોગ્ય નથી. અબ્રહ્મચર્ચામાં આત્મધાત છે. શરીરઘાત કરતાં આત્મઘાત વધુ ભયંકર છે. આથી સાધકને ખીજું બધાં વ્રતામાં અશકયપરિહારને સ્થાન આપી મર્યાદાપૂરતા અપવાદનું સ્થાન રખાયું છે. પણ બ્રહ્મચ વ્રતમાં તેમ નથી કર્યું. મન, વાણી, અને કાચાને અવ્યભિચાર એ જ બ્રહ્મચર્યંની સર્વાગસાધના.
[૭] ( ગુરુદેવ ! મુનિ સાધક માટે પ્રાણત્યાગ કરવા સારા પણ સ્ત્રીસંગ ન કરવા એમ કહી આત્મઘાત કરતાં સ્ત્રીસ`ગને વિશેષ દૂષિત બતાવ્યા તેનું શું કારણ હશે ? તે આપ કૃપા કરીને સ્પષ્ટ સમજાવા.) આત્માથી જંખ્! સ્ત્રીઓમાં ફસાતાં પહેલાં ( અબ્રહ્મચ સેવતાં પહેલાં) ઘણાંયે પા। સેવવાં પડે છે, અને પછી જ કામભોગ થઈ શકે છે. ( ચેતનને વેચ્યા વિના વિકારની તૃપ્તિ શકય નથી. ) અને કદાચિત કાઈ પહેલાં કામબાગનું સેવન કરે તેા પાછળથી પાપા સેવવાં પડે છે. આ રીતે એ સ્ત્રીસંસગ સાધનામામાં અપાર ડખલ ઉત્પન્ન કરનારા છે એ બધું ખૂબ ઊંડાણથી જાણી—વિચારીને મુમુક્ષુ સાધક તેથી હંમેશાં દૂર જ રહે; તેનું સેવન ન કરે.
નોંધઃ—પરંતુ ઉપરના સૂત્રના રખે કોઈ અવળે। અર્થ લઈ લે, તે ખાતર આ સૂત્રમાં ખુલાસા કર્યા છે. અબ્રહ્મચર્યની ક્રિયાથી વિષચાની વાસનાને વેગ મળે છે અને વિષયાની વાસનાને વેગ જયાં સુધી ચિત્ત પર અસર કરતા હાય ત્યાં સુધી સાધક કાઈ પણ સાધનામાં સફળ થઈ શકતા નથી.
જેમ એક મ્યાનમાં બે તલવાર રહી શકતી નથી, તેમ ચિત્ત પર વિકાર અને સંસ્કાર બન્ને એકીસાથે નથી રહી શક્તા. સંસ્કારી જીવન પર વિકાસના આધાર છે. એટલે એ દૃષ્ટિએ અબ્રહ્નચની ક્રિયાને સખ્ત નિષેધ કરવામાં આવ્યા છે.
જે મહાપુરુષના એક આપઘાતથી અનેક અધમગતિનાં જન્મમરણેા ભાગવવાં પડે એમ કહે, તેજ.મહાપુરુષા આપધાત સુધીની ક્રિયા ક્ષમ્ય ગણે, તેની પાછળ ખાસ રહસ્ય છે. તે રહસ્યના ઉપરના સૂત્રમાં સ્ફોટ મળે છે. અબ્રહ્મચર્ચની ક્રિયા પાતે દૂષિત તેટલા માટે છે કે તેની પહેલાં કે પછી