________________
૧૬૮
આચારાંગસૂત્ર
જોઈએ, એમ કહેવા સારુ ક્રિયા થતાં પહેલાં તે ક્રિયાના પરિણામને વિચાર અને ક્રિયા થયા પછી તેના ફળને ત્યાગ આ બને વાત સૂત્રકાર અહીં સાથે કહી નાખે છે. એટલે એનો સારાંશ એ નીકળ્યો કે નિરાસક્તિ અને વિવેક એ માત્ર વાણી કે મનનો વિષય નથી. એનો પ્રત્યેક ક્રિયા સાથે સંબંધ છે. એટલે જ પ્રત્યેક ક્રિયા કરતાં પહેલાં સાધકે તેની જરૂરિયાત, ઉપયોગિતા અને સ્વપરહિતતાનો ખ્યાલ કર્યા વગર ન ચાલે. આ પ્રમાણે છે "ક્રિયાના પરિણામને અને હેતુનો વિચાર એ વિવેક. અને ક્રિયા કર્યા પછી તેનું જે કંઈ ફળ મળે તેને ત્યાગ; અર્થાત કે તે ક્રિયા જે હેતુએ કરી હોય તે હેતુ સરે કે ન સરે, તેનું પરિણામ સુંદર આવે કે અસુંદર આવે, તોયે 'ચિત્ત ઉપર કશી અસર ન થાય તેવી સમતા રહે, એવી ચિત્તની સહજદશા થવી એ નિરાસક્તિ.
[૫] સદાચારને નહિ પાળનારાઓની થતી દુર્દશાઓ સાંભળી શાણો સાધક વાસના અને લાલસારહિત બને.
નેંધ –જીવનમકાનમાં ચારિત્રનું ચણતર હોવું જ જોઈએ. તો જ તે રસમય, સૌંદર્યમય અને નિષ્કપ, અડોલ બને–એવો અનુભવી જનોનો આગ્રહ શા માટે છે, તેને આ સૂત્રમાં ઉકેલ છે. એક સંસ્કૃતિ એમ પણ માને છે કે વ્યવસ્થા અને નિયમન બને જાળવી પદાર્થોમાંથી બને તેટલાં રસ, સૌન્દર્ય અને કળાને ઉપયોગ કરવો, એ વિકાસને બાધક નથી. આજે વિજ્ઞાનિક શોધખોળને આ રીતે ઉપયોગ થતો હોય એમ મનાય છે. વિશ્વમાં આજે આ સંસ્કૃતિનો ખૂબ પ્રચાર પણ થયેલો અને થતે નજરે પડે છે.
પરંતુ મહાપુરુષોને અનુભવ અહીં જુદું જ વદે છે. તેઓ કહે છે કે અનુભવ પછી અમાએ સિદ્ધ કર્યું છે કે કળા, રસ અને સૌંદર્ય જીવનનું સંવાદન છે. પદાર્થોનું દબાણ તેમાં માત્ર નિમિત્તભૂત છે. તે નિમિત્તથી જે સૂર નીકળે છે, સંવાદન સાધી જે સંગીત સ્કૂરે છે, તે અંતરનું છે. બહારથી આવતું દેખાય છે તે શોધના અભાવે જ છે, સ્વાભાવિક તેમ નથી. પદાર્થોમાં સૌંદર્ય, કળા કે રસ ઉત્પન્ન કરવાની શક્તિ નથી. તે તે માત્ર આંતરિક શક્તિથી ખીલેલાં રસ, સોંદર્ય અને આનંદને બાહ્ય રૂપે પ્રગટ થવાના નિમિત્તરૂપ બની શકે અને તેવું પણ ત્યારે જ બને કે જ્યારે વાસના અને લાલસાના ચિત્ત પર સ્થાપિત થયેલા સંસ્કારને એ પદાર્થો પર આપ ન હેાય. પદાર્થોના બાહ્ય આકાર પર જે મેહ જાગે છે તેનું મૂળ વાસના