________________
વસ્તુવિવેક
૧૭૫
ઉપર કહેલા દુર્ગુણુંાના વિજાતીય સદ્ગુણાને સૌથી પ્રથમ સ્થાન આપવું જોઈએ. તેા જ સમ્યક્ત્વ, સાચાપણું કે મુનિત્વ ટકી શકે.
[૧૫] અહે। જમ્મૂ ! મુનિ સાધકેા જ સાચું સાધુત્વ ધારણ કરી શરીરને કસે છે અને તેવા સત્યદર્શી વોર સાધકા ભેાજન પણ લૂખું અને હલકું કરે છે. ( ખાવાપીવામાં ખૂબ સંયમ જાળવે છે. ) એવા પાપી પ્રવૃત્તિથી પર થયેલા મુનિ પુરુષા જ સંસારના તારક, તરીતે પાર પામેલા તથા આસક્તિથી સર્વથા મુક્ત હાવાથી મહાપુરુષાએ તેમને મુક્ત તરીકે વર્ણવ્યા છે.
નોંધઃ—જોકે આ આખા ઉદ્દેશકમાં નિરાસક્તિની મૂળથી માંડીને સાંગેાપાંગ અને વ્યવહારુ મીમાંસા છે, તેાયે એને બધા સાર જાણે આ એક સૂત્રમાં સૂત્રકાર કહી દેતા હેાય તેમ લાગે છે. આ સૂત્રમાંથી આટલું ફલિત થાય છે કે:—જ્યાં સત્યતા છે ત્યાં જ સાધુત્વ છે. પરંતુ તેવા સાધકનાંયે દેહાર્દિ સાધના પર જેટલે અંશે મેાહ કે મમત્વ ઓછાં હાય તેટલી જ સાધુતા નવી. મેાહ અને મમતા દૂર થાય તે જ પાપી પ્રવૃત્તિથી દૂર રહેવાય, અને પાપી પ્રવૃત્તિથી જેટલું દૂર રહેવાય તેટલી જ તેની વૃત્તિમાં નિરાસક્તિ છે એમ કહી શકાય. આવા જ્ઞાની અને અનાસક્ત પુરુષા આ સ’સારમાં રહેવા છતાં મુક્ત રહી શકે છે. કારણ કે તેમણે કબંધનેાનું મૂળ કારણ દૂર કરી નાખ્યું હાય છે.
જ્યાં સુધી ચીકાશ અને ભીનારા હેાય ત્યાં સુધી ફેકેલા કાદવના લાંદે દીવાલ પર ચાંટે છે પણ સુકાતાં વાર જ એ નીચે પડી ાય છે, તેમ નિરાસક્ત સાધનું ક્રિયાજન્ય ક તેમાં સ્નિગ્ધતા ન હેાવાથી આત્માને અંધનકર્તા થતું નથી.
ઉપસ’હાર
વિચાર અને વિવેક જિજ્ઞાસાના મૂળ પાચા છે.
વૃત્તિએમાં વારંવાર ઊઠતા વિકલ્પેાની વિચારમાં ગણના થાય છે એ
ભૂલ છે.
જીવનમાં અદ્ભુત નવીનતા અને દિવ્ય દૃષ્ટિના સંચાર કરે તે વિચાર. વિચારનું કિરણ અંત:કરણની ઊંડાણમાં ઝળહળતી ચૈતન્યની જયાતિનું