________________
૧૮૨
- આચારાંગસૂત્ર છેવટ છેવટ પ્રત્યેક ક્રિયામાં સાવધાની રાખવાનું બતાવે છે. તેમાં તે સદ્દગુરુ અને શિષ્ય બનેની યોગ્યતાને આબેહૂબ ચિતાર છે. શિષ્યની એક પણ ક્રિયા સગુરુની આજ્ઞાબહાર ન હોય, એટલે કે જે સર્વથા અર્પણ થઈ ગયો હોય એ શિષ્ય. અને સદ્ગુરુ એટલે જેની એક પણ આજ્ઞા શિષ્યના એકાંતહિતવિનાની ન હોય. સદ્દગુરુ એટલે નિઃસ્પૃહતાની મૂર્તિ, પ્રેમને મહાસાગર અને પુણચની ગંગા. તેમાં શિષ્યની સ્પૃહા લય પામે, અભિમાનનું ખાબોચિયું ગળીને સુકાઈ જાય, અને પાતકને પુંજ શુદ્ધ થાય.
[૪] અહો જંબૂ! સદ્દગુણ મુનિ સાધક, બધી ક્રિયાઓમાં ઉપગપૂર્વક વર્તે છે. તેમ છતાં કદાચ શરીર સંસ્પર્શ (પિતાની ક્રિયા)દ્વારા કેઈ જીવ દુભાય તે તે પાપને આ જ ભવમાં ક્ષય થઈ શકે તેવું અલ્પ પાપ જ લાગે છે, અને કદાચ કોઈને મહાકારણવશાત્ જાણીને પાપ કરવું પડે તે તેને માટે આચાર્યદેવ પાસે યોગ્ય પ્રાયશ્ચિત્ત લેવાથી કર્મક્ષય થાય છે. પણ એ પ્રાયશ્ચિત્ત ઉપગપૂર્વક આચરવું જોઈએ—એવું આગમના જાણકાર મહાપુરુષોનું ફરમાન છે.
નોંધ –સદ્દગુરુ જે ચાલવામાં સહાય ન કરે તો તેની આવશ્યક્તા પણ શી ? એવો કદાચ કોઈને પ્રશ્ન થાય તેનું નિરાકરણ આ સૂત્રમાં છે. સાધકને સદ્ગુરુ ઘણી જાતની સહાય કરે છે.
કેટલીકવાર સાધક એટલી હદ સુધી પાપ શબ્દથી જ ભીરુ બની જાય કે તે પોતાના જીવનવિકાસને લગતી ઉપયોગી ક્રિયા કરતાં કરતાં પણ પાપથી ડરે છે. આથી આ વખતે ગુરુદેવ તેમને સાચે માર્ગ બતાવી પાપનો વિવેક સમજાવે છે. અને પાપનો સંબંધ શબ્દ સાથે નહિ, પણ મુખ્યત્વે અધ્યવસાય અને ગૌણરૂપે જ ક્રિયા સાથે છે તેમ બતાવે છે.
પણ જ્યારે પાપ કરી નાખ્યા પછી પણ પિતાનું પાપ રખે બહાર આવે એ માટે છુપાવવાનો પ્રયાસ કરી બીજાં પાપ વધારતો હોય છે. ત્યારે એના પાપના મૂળને શોધીને સદ્ગુરુ તુરત નિર્મૂળ કરવાનું ઓષધ આપે છે. કદાચ વૃત્તિની આધીનતાને લઈને શિષ્ય તેમ ન કરે. માટે કહ્યું છે કે ગુરુદેવની પૂર્ણ અધીનતા સ્વીકારી હોય ત્યારે જ પાપ નિવારી શકાય અને પ્રાયશ્ચિત્ત સફળ થાય..