________________
સ્વાતવ્યમીમાંસા
૧૮૫
સ્ત્રી અને પુરુષના શરીરજન્ય મોહને આકર્ષણનું સ્વરૂપ અપાય છે તે વળી એક બીજો ભ્રમ છે. કેવળ શરીરદષ્ટિએ થતું આકર્ષણ એ મહ છે. અને એ વાસ્તવિકતાના અજ્ઞાનને કારણે છે. આ દૃષ્ટિાબદુએ સૂત્રકાર કહે છે કે “ આ સંસારમાં સ્ત્રીમેહ જ ચિત્તને અતિશય મૂંઝવનાર છે ” કારણકે એ વિકૃતિમાં શકિતને સીધો હાસ છે, એટલું જ નહિ પણ એ વ્યાહ શકિતના વિકાસનો માર્ગ પણ ભૂલાવી શકે છે. માટે “ સ્ત્રીમે મારું શું કલ્યાણ કરવાનું છે? ” એમ સાધકો વિચારે.
આ વિચારણાની પાછળ સ્ત્રીપુરુષના ભેદને કેયડો સ્પષ્ટ થાય છે. મોહ અને આકર્ષણ બને ભિન્નભિન્ન વસ્તુ છે તેનીય આમાં પ્રતીતિ થાય છે. આકર્ષણને તીરની ક્રિયાથી ઓળખાવી શકાય. બાણુમાં તીરને પરેવીને ફેંકવામાં આવે એટલે એ ફેંકાય ત્યાં તીર વેગના નિયમને અધીન છે, તીરને ફેંકનારે નહિ. આ રીતે જ્યાં સુધી વાસનાનું બીજ હોય, ત્યાં સુધી આકર્ષણ થવું અનિવાર્ય ગણી શકાય, મેહ નહિ.
આકર્ષણ થવાની સાથે જડ વિવશતામાં ચેતન્ય ભાન ભૂલે તો મેહ થવાનો સંભવ ખરે. આ આકર્ષણ અને મેહ તદ્દન વિધી વસ્તુઓ છે. જોકે એ આર્ષણમાં પણ અશુદ્ધ અંશે કારણભૂત છે. ચૈતન્યના ઉચ્ચતર પ્રદેશોમાં બાહ્ય આકર્ષણનો નિયમ પણ બાધિત થઈ શકતો નથી. પરંતુ ચિતન્યનો એટલો વિકાસ ન થયો હોય ત્યાં સુધીની ભૂમિકામાં આકર્ષણ અનિવાર્ય હાઈ દાબી ન શકાય, પણ મેહ દાબી શકાય.
આકર્ષણ એટલે ખેંચાવું અને મેહ એટલે મૂંઝાવું. સ્ત્રી પુરુષ વચ્ચેના આકર્ષણની પાછળ નૈસર્ગિક શક્તિને કંઇક સંકેત છે. પણ મૂંઝવણની પાછળ નૈસર્ગિક શક્તિની કેવળ અવહેલના છે. સ્ત્રીપુરુષ વચ્ચેના આકર્ષણનું કારણ સમજવાની યોગ્યતા જે પુણ્ય ન જાણે તેને ગૃહસ્થાશ્રમ પણ બોજારૂપ જ બને. આ આકર્ષણના મૂળકારણને સમજ્યા વિના એકપત્નીવ્રત કે એકપતિવ્રતની ભાવના પણ સંભવિત ન થાય. ઉપરની વસ્તુ પ્રસંગચિત છે. તોયે ઉચ્ચ કોટિની વિવેકબુદ્ધિ વિના સમજાય તેમ નથી.
એક સ્ત્રી પુરુષ તરફ કે એક પુરુષ સ્ત્રી તરફ આકર્ષાય છે તેનું કારણ તે બનેનાં ઉપરનાં શરીર નથી પણ શરીરની પેલે પાર રહેલું કઈ તત્વ છે. એ તત્ત્વ પ્રજોત્પત્તિની ભાવના જન્માવે છે, અને તેને લઈને સંયોગ