________________
૧૮૪
- આચારાંગસૂત્ર
- વૃત્તિને સંસ્કાર બાહ્ય મન સુધી પહોંચ્યો હોય ત્યાં સુધી એનું વારણ છે. ચેતનની શક્તિથી તે શક્ય પણ છે. પરંતુ તે સંસ્કાર ક્રિયામાં પરિણમે એટલે એટલે જ તે રૂઢ અને દઢ થાય છે. રૂઢ અને દઢ સંસ્કાર અધ્યાસનું સ્વરૂપ પકડે છે અને એ અધ્યાસો પ્રત્યેક ક્ષેત્રમાં સાધકને પડે છે. તેથી જ સૂત્રકાર વાસનાજન્ય મેહને પદાર્થ પર જતા રોકવાના ઉપાય બતાવતા કહે છે કે સામે દેખાતા પદાર્થો પર મોહ ઉત્પન્ન થાય ત્યારે આટલું વિચારવું કે “તે વસ્તુમાં મારું કલ્યાણ કરવાની કેટલી શક્તિ છે?”
પદાર્થમાત્ર પ્રત્યેના મહત્યાગની વાત કહેવાનું સૂત્રકારનો અહીં આશય છે, તોયે અહીં પ્રધાનપણે સ્ત્રી શબ્દને નિર્દેશ છે. તેની પાછળ ખાસ રહસ્ય છે અને તે ખૂબ ચિંતનીય છે. સ્ત્રી એ પ્રકૃતિશક્તિનું આબેહૂબ પ્રતીક છે. સાંખ્યપ્રણાલિકા પ્રમાણે પુરુષથી જે પૃથક તેટલો સર્વ પ્રકૃતિનો પરિવાર સમજાય. અહીં સૂત્રકાર સ્ત્રી અને પુરુષ વચ્ચેનું જે એક વિલક્ષણ આકર્ષણ છે તેને જ વિશેષ રૂપે સ્પષ્ટ કરે છે.
પુરષ જેમ ચિંતન્યશક્તિને વિકસિત અંશ છે, તેમ સ્ત્રી પણ ચૈતન્યશકિતને વિકસિત અંશ છે. બને પૂર્ણતા પામવાના ઇછુક છે. કેઈ એક ભૂમિકામાં અને વિકાસની દૃષ્ટિએ એ બન્નેનું સાહચર્યનિર્માણ સહેતુક એટલે કે વિકાસમાર્ગો ઉપાગી થવા સારુ થયું હોય છે.
પરંતુ વાસનાને અધીન થયેલું ચેતન્ય શક્તિનો સદુપયોગ કરવાને બદલે શક્તિને પગ કરે છે. આજ સુધીના જગતના ઈતિહાસમાં આ બીના સ્પષ્ટ તરી આવે છે. જ્યાં સુધી સ્ત્રી અને પુરુષની દષ્ટિ ઉપરના વેણન (દેહ) તરફ જાય છે, અને એ આકર્ષણની તૃપ્તિ તેમાંથી શોધવાનો પ્રયત્ન થાય છે ત્યાં સુધી એ બન્નેનું નિરીક્ષણ કે મિલન નીચેની ભૂમિકા પર જ ખેંચી જવાનું. પરંતુ જ્યારે સમજાય કે એને જે આકર્ષે છે તે આ વર્ઝન નહિ પણ એને ધારી રાખનાર ચિતન્ય છે, ત્યારે જ એ શરીરની પેલે પાર રહેલા ચૈતન્યના સૌન્દર્ય તરફ તે વળે; અને ત્યારે જ તેને શક્તિનાં દર્શન થાય. આ ભાન જેને પ્રગટ થયું છે, તેવા સાધકે જ પિતાને વિકાસ સાધી શકે છે. પણ જ્યાં મેહ છે ત્યાં દેહદીષ્ટ મટી ચૈતન્યદૃષ્ટિ ક્યાંથી પ્રગટે ? અને વિકાસ પણ કયાંથી સધાય ?