________________
૧૮૦
આચારાંગસૂત્ર સંયમના પ્રબળ વેગ આગળ શરૂશરૂમાં નિમિત્તોનારને દબાવ થઈ ગયેલા દેખાય છે, પરંતુ પૂર્વાધ્યાસેથી વવાયેલું એ વાસનાનું ઝેરી બીજ ધીમે ધીમે વૃત્તિ પર અસર ઉપજાવી બીજા તેવા જ પ્રસંગે મત્યે ગુપ્ત રીતે વિકસી જાય છે. આ વૃક્ષ ધીમેધીમે સાધકની ચાલુ સાધનામાં કેફ રેડે છે. અને તેથી જ સંકુચિતતા પેસે છે, અહંકારનું ક્રિયામાં દર્શન થાય છે, અને વિકાસ ઘાય છે.
અહંકાર આવે એટલે વિશ્વ જેવડા અફાટ આત્મસ્વરૂપને તે પુરુષ નાનકડી વ્યક્તિમાં જ શમાવવા મથે છે. જેમ જેમ તે માગે શક્તિ વધુવધુ વેડફાય તેમ તેમ તે સાધક વિશ્વથી અતડે ને એક્લપ થતો જાય અને જેમ જેમ વિશ્વથી તે અતડો થતો જાય, તેમ તેમ તે મોહની અંધાર ખાઈમાં ડૂબતો જાય અને વ્યક્તિત્વ વિકસાવવાને બહાને વ્યકિતત્વને પિતાને હાથે જ હણતો જાય.
અહીં અજણ અને અતત્ત્વદશી વિશેષણો વાપરી સૂત્રકાર મહાપુરુષે અવલંબનની મર્યાદા સૂચવી છે. એ અનુભવી પુરુષોએ જ આ મર્યાદા સૂચવી છે એવું સૂત્રમાં આવતું કથન “ આ વાત ઉપલક દૃષ્ટિએ જોઈને દૂર કરવા જેવી નથી પણ ખૂબખૂબ ચિંતવવા ગ્ય છે” એમ વદે છે.
[૩] માટે સાધકે હંમેશા સદ્દગુરુદેવે બતાવેલી દષ્ટિથી જોવામાં સદ્દગુરુદેવે બતાવેલી અનાસક્તિનું પાલન કરવામાં, સદ્દગુરુને પુરસ્કાર સ્વીકારવામાં, સદ્દગુરુ પર પૂર્ણ શ્રદ્ધા કેળવવામાં ઉપયોગ પૂર્વક વિહરવું. ગુરુદેવના અભિપ્રાયને અનુસરીને વિવેકપૂર્વક ભૂમંડળ પર વિચરવું એટલું જ નહિ બલકે જતાં, આવતાં, ઊઠતાં, બેસતાં, વળતાં, પ્રમાર્જન કરતાં એટલે કે પ્રત્યેક ક્રિયામાં ખૂબ સંભાળપૂર્વક હમેશાં ગુરુની અનુજ્ઞાપૂર્વક જ વિચરવું.
નેધ –-વાસ્તવિક રીતે અહીં આજ્ઞાની આરાધના બતાવી છે. ઘણી વખત સાધક સદ્દગુરુ કે ઉપસાધકોની સાથે રહેવા છતાંય એક ભૂલને બદલે બીજી ભૂલે કરતા હોય છે. એ પણ સ્વચ્છંદને એક વિભાગ જ છે. સદ્ગુરનું અવલંબન જે હેતુએ છે તે હેતુ ન સરતો હોય, તો સાધક એ આવલંબન પ્રત્યે ગમે તેટલું માન દર્શાવતો હોય તોયે તે વિકાસ ન સાધી શકે.