________________
સ્વાત'ત્ર્યમીમાંસા
૧૮૧
સદ્ગુરુની સેવા, ભક્તિ કે સંગ કારે ફળ્યા ગણુાચ, તેની સ્પષ્ટતા બતાવી છે. પ્રત્યેક સાધકને આ વાત મનનીય છે.
(૧) સદ્ગુરુએ ખતાવેલી દૃષ્ટિથી જોતાં શીખવું એ સદ્ગુરુની ભક્તિનું પ્રથમ રૂપ છે. ઘણીવાર સાધક પેાતાની દૃષ્ટિ સાથે રાખીને સદ્ગુરુનું શરણ શેાધતા ફરે છે. આવા સાધકને સદ્ગુની પ્રાપ્તિ થવી સ ંભવતી નથી, અને કદાચ થાય તે પચતી નથી. ઘેાડા વખત કદાચ તે માની લીધેલી ભક્તિ કે લાગણીના વેગમાં તણાયે જાય છે. તે સદ્ગુરુની આજ્ઞામાં વવાના કોડ સેવે છે અને ઘણીવાર આચરે પણ છે; તોયે જ્યાં સુધી તે પેાતાની પ્રથમની ષ્ટિને સાથે ને સાથે રાખી ગુરુદેવની આજ્ઞાને નિહાળે ત્યાં સુધી તે તેની વાસ્તવિક દૃષ્ટિને પહેાંચી શકે નહિ કે લાભ પણ મેળવી શકે નહિ. સૌથી પ્રથમ પેાતાનાં પૂર્વ દૃષ્ટિબિંદુને સાવ ભૂસી નાંખવાં જેઈએ, સિંહ તા એક ચા બીજી રીતે તે દૃષ્ટિબિંદુએ આવીને તેની સાધનામાં ડખલ કર્યા વગર રહે નિહ.
(૨) એટલે જ પૂર્વાંઅધ્યાસાને ભૂલી જવા જોઈએ અને આજ સુધી પેાતે જેને નિરાસક્તિ માની હેાય તે નહિ પણ પૂર્વ અધ્યાસાને તદ્દન ભૂલી જવાની નિરાસક્તિ કેળવવી જોઈએ.
(૩) સદ્ગુરુ જ્યારે એને જે કઈ આપે તેને ભેટ તરીકે સ્વીકારવી, એટલે કે તે શિક્ષા કે પ્રાયશ્ચિત્ત, જે કંઈ આપે તે પ્રકૃતિને પ્રતિકૂળ હાવા છતાં તેને સપ્રેમ સ્વીકારવી.
(૪) તેમની વાણી પર પૂર્ણ શ્રદ્ધા રાખી તદનુસાર જીવન ઘડવું જોઈએ. જેટલા પ્રમાણમાં શ્રદ્ધા હેાય તેટલા પ્રમાણમાં સદ્ગુને સંગ ફળે.
આ ચારે જીવનવિકાસના પરમ ઉચ્ચ સદ્ગુણે છે. પણ અહંકાર અને મેાહને મેાડ્યા વિના તે સદ્ગુણે જીવનમાં પ્રવેશી શકે નહિ.
આટલું કહીને પછી સૂત્રકાર ઉપયેાગપૂર્વક વિહરવાનું કહી સદ્ગુરુ પ્રત્યે એ બધું અધઅનુકરણથી નહિ પણ વિવેકબુદ્ધિપૂર્વક કરવાનું સૂચવે છે. આમાં સદ્ગુરુ કેવા હેાવા જોઇએ, તેની કઈ આજ્ઞાને વશ થવું જોઈએ, તેના વિવેક છે. અન્યથા સદ્ગુરુના બહાના તળે કાઈ પણ વ્યક્તિ પેાતાના સ્વાર્થ કે વાસનાનું પાષણ ભકતાદ્વ્રારા સહેલાઈથી કરી શકે છે, એ ગેરસમજ દૂર કરવા ખાતર ભક્તિ આંધળી ન હેાય પણ જાગૃત હેચ એમ સૂચવ્યું છે. ભકત તેા વીર, વિવેકી, વિનમ્ર અને વિચારક હેવા ઘટે.