________________
૧૭૮
આચારાંગસૂત્ર
ગુરુદેવ બોલ્યા:[૧] (જ્ઞાન અને વય બન્નેથી) અપરિપકવ મુનિ સાધક એકલો થઈને ગામેગામ ફરે તે તેનું ફરવું તથા જવું (આગળ વધવું) દુર શક્ય બને છે.
નોંધઃ-ગૃહસ્થ સાધકે માટે પણ ગુરુકુળની પ્રથા પ્રાચીન કાળમાં હતી. આજે ભિક્ષુઓ, સાધુઓ કે સંન્યાસીઓ માટે ગચ્છ, સંપ્રદાય કે મતને નામે ગુરુકુળ પ્રવર્તે છે અને એ બધા સાધમાં ગુસાંનિધ્યને મહિમા આજ સુધી ચાલ્યો આવે છે. અહીં તે ભિક્ષુસાધકને ઉદ્દેશીને કહેલું છે. સદ્ગુરુ કે ઉપસાધકનું પાસે હોવું સાધકને અનેક રીતે ઉપયોગી છે, એમાં જરાયે શંકા નથી. - સાધક અને સિદ્ધ વચ્ચેનું અંતર વિચારવા જેવું છે. સિદ્ધ હોય તેની પાસે સાધક હોય તોયે શું, અને ન હોય તોયે શું–તેને તેની પરવા હોતી નથી. જોકે તેય તે સાધકનું પાસે હોવું બાધક નહિ ગણે. અને સાધકને અવલંબનની ક્ષણે ક્ષણે જરૂર ઊભી હોય છે. - સાધનાની નાની કેડીની આસપાસ વાસના અને લાલસાની બે મોટી ખાઈએ છે. પ્રતિપળે પદાર્થોનાં આકર્ષક પ્રલોભને સાધકની આંખને ખેંચવા પ્રયત્ન કરે છે. ભય અને વહેમની દેખાતી ભૂતાવળે તેને ભડકાવે છે. જો સહેજ પણ ગોથું ખાધું કે ગયે જ સમજવો. આથી તેની પીઠ પાછળ જાગૃતિ આપનાર કે દેરનારની અનિવાર્ય આવશ્યક્તા રહે છે. એ દષ્ટિબિંદુએ જે કેાઈ સાધકની સાધનાના વિકાસમાં નિમિત્તભૂત થાય તે તેના ગુરુ ગણાય. ગૃહસ્થ સાધકને પણ વિકાસમાર્ગમાં માતા, પિતા કે વડીલ અવલંબનરૂપ હોઈ ગુરુજન ગણાય છે. પણ એ અવલંબનને અવલંબન તરીકે ઉપયોગ કરતાં આવડવો જોઈએ; નહિ તો સાધક અવલંબનને સાધન ના. માનતાં તેમાં જ મૂંઝાઈ પડે છે, અને અવલંબનને જ શણગારવા પાછળ શક્તિ વેડફી નાખે છે. આવા સાધકની સ્થિતિ ઊલટી કડી અને વિષમ થઈ જાય છે. એટલે જ સૂત્રકારે “ગ્રામાનુગ્રામ વિચરતા” એ વિશેષણ મૂકી પ્રગતિવિકાસની પ્રેરણા આપી છે. અને જ્યાં સુધી સાધક જ્ઞાન અને વચમાં અપારપકવ હોય ત્યાં સુધી જ અવલંબનની આવશ્યક્તા છે એમ સમજાવી અવલંબનની મર્યાદા સૂચવી છે.