________________
૧૭૬
આચારાંગસૂત્ર
સ્કુલિંગ છે. તે કિરણદ્વારા જીવનની નિગૂઢ ગુહામાં જઈ જે બુદ્ધિ સત્યને રાહ સ્પષ્ટ કરી આપે છે તેને વિવેકબુદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે.
વિચાર અને વિવેક પ્રગટગ્યા પછી પરભાવને ત્યાગ કરી સ્વભાવ તરફ વળવાનો સ્થૂળક્ષેત્રમાં ક્રિયાત્મક પ્રયોગ શરૂ થાય છે.
પરિગ્રહના ત્યાગ વિના નિષ્પરિગ્રહી વૃત્તિ કેળવાતી નથી. જે ત્યાગ સમતામાંથી નથી જન્મતે, અથવા તે જે ત્યાગથી સમતા નથી જાગતી, તે ત્યાગ વિકાસ સાધક નીવડતું નથી.
સત્યને સ્થાન કે ક્ષેત્રનાં બંધન નથી. અનાસક્ત દશા એ ત્યાગનું ફળ, છે. વીર્યને ગુંગળાવવું એ છૂપો આત્મઘાત છે. શીલસંરક્ષણ એ ચારિત્રના ચણતરને મુખ્ય પાયો છે.
વૃત્તિનાં દ્રોમાં વિજય મેળવે એ જ સાચો વિજેતા છે. અધ્યવસાયો પર કર્મબંધનને મુખ્ય આધાર છે.
જ્યાં આસક્તિ છે ત્યાં કર્મબંધન તો છે જ. જગત તરફ જોવાનું છોડી દઈ આત્મા તરફ વળે. જેનામાં બાહ્ય દષ્ટિ નથી, જે વિકાસને માગે છે, તેમાં સહજતા, સરલતા અને સમતા હોય છે.
જ્યાં સત્ય છે ત્યાં આત્મજ્ઞાન છે, અને જ્યાં આત્મજ્ઞાન છે ત્યાં મુનિપણું છે.
એમ કહું છું. સાર અધ્યયનને તૃતીય ઉદ્દેશક સમાપ્ત થયે.