________________
ચતુર્થ ઉદ્દેશક
સ્વાત’ત્ર્યમીમાંસા
ત્રીજા ઉદ્દેશકમાં નિરાસક્તિની વ્યવહારુ મીમાંસા કરી સૂત્રકાર હવે ચાથા ઉદ્દેશકમાં સ્વતંત્રતાની વિચારણા આપે છે. સ્વચ્છંદતા અને સ્વતંત્રતા વચ્ચેના ભેદ જ્યાં સુધી ન ઉકેલાય ત્યાં સુધી સ્વચ્છંદતાને જ સ્વતંત્રતા માની સાધક સ્વચ્છ માનસ ઘડચે જાય છે.
સ્વચ્છંદતા એ સાધકજીવનનુ જીવલેણ છે, ધાર પતન છે. સ્વતંત્રતા પ્રકૃતિ અને વૃત્તિના નિયંત્રણથી જન્મે છે. સ્વચ્છંદતા પ્રકૃતિની પરાધીનતાથી જન્મે છે. સ્વતંત્રતામાં પ્રકૃતિ આત્માને અધીન રહે છે, જ્યારે સ્વચ્છંદતામાં આત્મા પ્રકૃતિને અધીન રહે છે. સ્વતંત્રતામાં નિયમિતતા, વ્યવસ્થિતિ અને વિવેકબુદ્ધિ હાય છે; જ્યારે સ્વચ્છંદતામાં ઉચ્છંખલતા, અનિયમિતતા અને જડતા છે. સ્વતંત્રતામાં વિકાસ છે, સ્વચ્છદતામાં વિનાશ છે.
૧૨