________________
વસ્તુવિવેક
૧૭૩ વિચારીને કઈ પણ જીવને દૂભવતા નથી તેમ સંયમમાર્ગમાં પ્રવતીને ધીઠાઈ (બડબડાટ) પણ કરતા નથી. તેઓ તેથી દૂર રહે છે. | નેધ–આટલું રહસ્ય જાણનાર સાધક સ્વયં સંચમી અને અહિંસક બનતો જતો હોઈ આ સ્થિતિમાં તેને સહજાનંદનો સાક્ષાત્કાર થાય એ સ્વાભાવિક છે. પણ સૂત્રકાર મહાત્મા ચોંકાવે છે કે હે સાધકે ! તમે અહીં, સાવધાન થજો, મૌન સેવ, કશું વદતા નહિ. પિતાની અદ્દભુત દશા કે સ્થિતિનું વર્ણન બીજા પાસે ઝટપટ વ્યક્ત કરી દેવાની ઉતાવળ કરવી, એ અપૂર્ણતાની નિશાની છે. આનંદને વેદી શકાય, વદી ન શકાય. અને સુખ તે પિતે સાપેક્ષ જ રહ્યું; કારણ કે તેને સંબંધ તો વૃત્તિ સાથે છે. અને વૃત્તિ તો જીવમાત્રની ભિન્નભિન્ન હોવાથી સૌ સૌની દૃષ્ટિએ સુખ પણ ભિન્નભિન્ન હોય; તે પછી તે ખટપટમાં શા સારુ પડવું ? માટે સહજ સ્થિતિમાં વર્તતે. સાધક કશેય આગ્રહ ન રાખે. તેનાં મન, વાણું અને વર્તન એકમય હોય. ત્યાં કૃત્રિમતા ન હોય, અને તેથી કદાચ બહારથી તેવું કંઈ આવે તોયે ટકે નહિ. તે પિતામાં જ મસ્ત હોય. તેને જગતનું સારું કે માઠું કશું જેવાની લેશ માત્ર ફુરસદ ન હોય. અને ખરી રીતે તે તેની વિશ્વાભિમુખ દષ્ટિ જ ન હોય તે કેવળ આત્માભિમુખ જ–ઉપયોગવંત હોય. બહાર જુએ તોપણ તેમાંથી તેની દૃષ્ટિ પોતાને ગ્ય હોય તેટલું જ દેખે.
[૧૧] શાણો સાધક ઐહિક કીતિ ખાતર યશોભિલાષી બની સર્વ લોકમાં કઈ પણ પ્રકારની પાપી પ્રવૃત્તિ ન કરે, અને બીજે માર્ગ ન પકડતાં માત્ર ) મોક્ષ તરફ દષ્ટિ રાખી સ્ત્રી આદિમાં વિરત રહી આરંભથી પણ ઉદાસીન રહે.
નોંધ –સરળ જીવનમાં પણ કૃત્રિમતા કે દષ્ટિઅશુદ્ધિ ત્યારે જ સંભવે છે કે જ્યારે ચશ એ જીવનનું ધયેય બની રહે છે. અને યશ એટલે જગતઅભિમુખ દૃષ્ટિ. જ્યાં બહાર જવાનું હોય ત્યાં અંતરને ભુલાય એ સ્વાભાવિક જ છે. આરંભ અને આસક્તિનું મૂળ અહીં છે. આ વાત પંડિત ગણાતા સાધકે જ્યાં સુધી વિચારી નથી ત્યાં સુધી બીજું બધું કરે તોયે તે એકડાવિનાનાં શૂન્ય જેવું છે. લોટ ખાવો અને હસવું એ બન્ને ક્રિયા જેમ એકસાથે અશક્ય છે, તેમ લાક્યશને અભિલાષા અને આસક્તિથી દૂર રહેવું એ ક્રિયા પરસ્પરવિધી છે.