________________
વસ્તુવિવેક
૧૬૯
છે, અને પદાર્થોને પકડી રાખનારા પરિગ્રહ જાગે છે તેનુ મૂળ લાલસા છે. લાલસા અને વાસનાનાં મૂળમાં શાન્તિ અશકય છે એમ ફરીફરી સૂત્રકાર કહે છે. એટલે જેટલે અંશે મેાહ અને પરિગ્રહ છૂટે તેટલે અંશે સદાચારનુ
પાલન થાય.
[] અહો સાધક ! આ અંતરના આત્મશત્રુ સાથે જ યુદ્ધ કર. બીજા બહારના યુદ્ધથી શું વળવાનું છે ? આત્મયુદ્ધ કરવાયેાગ્ય જે સામગ્રી હમણાં મળી છે તે ફરીને મળવી ઘણી જ મુશ્કેલ છે.
નોંધઃ—પરંતુ મેાહ અને પરિગ્રહનુ સ્વરૂપ ાણ્યા પછી પણ એ સહજ છૂટી જાય તેવાં નથી. પદાર્થોના ત્યાગ કર્યું કે નિમિત્તોથી બીને દૂર ભાગ્યે પણ એ દૂર થતાં નથી. કિંવા ખાદ્ય પદાર્થોની સાથેના યુદ્ધ ખેલ્યું કે તિરસ્કાર કર્યું પણ તે:ઘટી શક્તા નથી, એમ ઉપરનુ' સૂત્ર સમાવે છે અને તેને સાચા માર્ગ બતાવે છે.
ઘણીવાર સાધક પેાતાને થતા મેહ અને પરિગ્રહથી કંટાળી ખાદ્ય પદાર્થો કે વ્યક્તિ સાથે ધૃણા, તિરસ્કાર, આવેરા કે દ્વેષનાં મચાવવા મડી પડે છે, પણ મેાહ અને પરિગ્રહ નાબૂદ કરવાને આ માર્ગ નથી. માહ અને પરિગ્રહ એ ખાદ્ય વસ્તુ નથી, વૃત્તિ સાથે જોડાયલી વસ્તુ છે. બહાર દેખાતા પદાર્થો અને બહારની વ્યકિતઓનાં શરીરા એ માત્ર આરસી છે, પેાતાની જેવી વૃત્તિ હોય તેવુ તેમાં માત્ર પ્રતિબિંબ દેખાય છે. પ્રતિબિંબને જ મૂળ માનવું એ કેવા ભ્રમ ! પણ આ વાત સાચી રીતે ત્યારે જ સમાચ કે જ્યારે તે સાધકને બહારનાં દેખતાં બધાં દુ:ખાનુ` મૂળ શેાધવાની તાલાવેલી જાગે અને તે આંતરડાયું મારતાં શીખે.
[૭] અહેા જખૂ! તીર્થંકરદેવે વિચિત્ર અધ્યવસાયાની જે રીતે સમજ આપી છે તેને તે જ રીતે સ્વીકારવી, કારણ કે કેટલાક બાળસાધકા ધને પામીને પણ ભ્રષ્ટ થઈ જાય છે અને ભ્રષ્ટ થઈ ગાઁદિક દુઃખ પામે છે.
નોંધઃ આંતરડાકિયું મારવું એટલે શું ? એની વ્યવહારુ સમજ આ સૂત્રમાં છે. વિવેકબુદ્ધિ નગે ત્યારે આંતરડાકિયું કરાય. પરંતુ વિવેકબુદ્ધિના સબંધમાં પણ કંઇ ઓછી ગૂંચ ઊભી થઈ નથી. ડહાપણ અને વિવેકબુદ્ધિને જગતના ડાહ્યા પુરુષો એક માને છે, પણ ડહાપણનું વલણ બહારનાં જગત