________________
૧૭૦
આચારાંગસૂત્ર
તરફ હાય છે અને વિવેક્યુદ્ધિનું વલણ પેાતાના અંત:કરણ તરફ હાય છે. એ અન્નેનું આ તારતમ્ય છે.
એક,જ ક્રિયાપરત્વે વિવિધ અભિપ્રાયા બાંધી લેવા અને મત જાહેર કરી દેવે। એ રીતે જનતાનું માણસ ઘડાયું હાય છે, એટલે તે તરફ જોનાર સાધનું માનસ પણ તેવું જ ચંચલ અને ભીરૂ બની રહે છે. આવે! સાધક પ્રત્યેક ક્રિયામાં લેાકેાથી જેટલા ડરે છે તેટલે આત્માથી ડરતા નથી. દંભ, પાખંડ અને આત્મવચનાના પ્રારંભ આવા સંચાગવા જ જન્મે છે. સાધક્રને પ્રથમ પ્રથમ તે આ સ્થિતિ સાલે છે. તેનાથી દૂર રહેવા તેનું માનસ અળ પાકારે છે. પરંતુ સમાજ કે જનતાની વચ્ચે તેની પ્રતિષ્ઠા ખંધાયેલી જે તેણે માની લીધી છે તે જ તેના પગની એડી બની વિકાસને 'ધે છે. આ જ દૃષ્ટિએ લોકસંજ્ઞાના ત્યાગ કરવાનુ અનુભવી પુરુષાએ ઠેરઠેર સૂચવ્યું છે. એકાંત:વૃત્તિ, યાન, પ્રતિક્રમણ એવી એવી ક્રિયાએ ચેાજી અભ્રવસાયા (વૃત્તિથી ઊઠતા સંકલ્પવિકલ્પા)નાં સમાધાન અર્થે તેના ઉપયાગ બતાવ્યો છે.
અહી સૂત્રકાર ભાખે છે કે: અધ્યવસાયના શુભાશુભ પર કખ ધનની નિખિડતા કે શિથિલતાના મુખ્ય આધાર છે. જે સમજ જ્ઞાની પુરુષાએ આપી છે તેને તે જ રૂપે સ્વીકારવી એટલે કે અમલ કરવા. બીજી બહારનુ જેવા કરતાં પ્રતિપળે પેાતાની વૃત્તિની ચિકિત્સા કર્યા કરવી. આ સમજ જેમનામાં ન હેાય તે વિકાસના માર્ગીમાં બાળક છે અને તે સત્યધર્મ પાળી શક્યા નથી. આથી ધ એટલે સંસ્કારિતા, એટલી વ્યાખ્યા ફલિત થઇ. જે જીવનમાં સંસ્કારિતા ન હેાચ તે જીવન જીવન ન ગણી શકાય. એટલે કે માણસ જીવે છે એ જીવન નથી, પણ જ્યાં વિકસે તે જીવન છે. જીવન ટકાવવાની પણ આ સૃષ્ટિ હોવી ઘટે. એટલે જ જ્ઞાની પુરુષાએ કહ્યું છે કે “ જીવન ટકાવવું હેલું છે પણ જીવન જીવવું સહેલું નથી.”
[૮] આ જિનશાસનમાં જ એવું કહેવાય છે કે જે રૂપાદિ વિષયામાં આસકત થાય છે તે (પ્રથમ કે પછી અવશ્ય ) હિંસામાં પ્રવર્તે છે.
નોંધઃ—જીવનનું પતન અધ્યવસાયાની અશુદ્ધિથી થાય છે તે વાત આગળના સૂત્રમાં કહી છે. પણ સૌનું ધ્યેય સુ ંદર અધ્યવસાયા કરવાનું અને વિકસવાનુ હૈાવાં છતાં અશુદ્ધ અધ્યવસાયે કેમ થતા હરો ? એ પ્રશ્ન ખૂબ જ