________________
૧૬૭
વસ્તુવિવેક આ આખા સૂત્રનો સારાંશ એ છે કે જેનામાં નિરાસક્તિ સહજ વણાઈ ગઈ હોય તેવા પુરુષો પદાર્થોને ઉપયોગ કરવા છતાં, બાહ્ય દષ્ટિએ ત્યાગી ન દેખાવા છતાં ત્યાગી જ હોય છે, અને અનેક પ્રલોભને પણ તેને મહાત કરી શકતાં નથી, પણ આવા પુરુષે વિરલ જ હોઈ શકે. એટલે ત્યાગની આવશ્યકતા સ્વીકારાઈ છે. પણ તે ત્યાગ આંતરિક બળ, શ્રદ્ધા અને ઉત્સાહપૂર્વકનો હોવો જોઈએ કે જે સાંગોપાંગ ટકે અને નિરાસક્તિને જીવનમાં વશે. જોકે કેટલાક સાધકોને પ્રથમ ઉત્સાહ કે સાચી સમજ ન હોય તોયે ત્યાગમાર્ગમાં ભળ્યા પછી તે આવી જાય એવું બને છે ખરું. પણ એ એક અકસ્માત ગણી શકાય. અને તેની પાછળ કુદરતને કેાઈ ગૂઢ સંકેત કે પૂર્વ પુરુષાર્થ કારણભૂત છે એમ માનવું રહ્યું. સંસારનું સ્વરૂપ શોધીને, જાણુને જે જીવન ઘડે છે તે પણ નિરાસક્ત બની શકે છે એમ છેલ્લે છેલ્લે કહી વ્યવહારમાં પણું ત્યાગ આવશ્યક અને સુશકય છે એમ દર્શાવે છે.
[૪] તીર્થંકરદેવની આજ્ઞાને આકાંક્ષ અને આસતિરહિત વિવેકી સાધક રાત્રિના પહેલા તથા છેલ્લા પહેરે ઉપયોગ (મન, વાણી અને કાયાની એકવાક્યતા)પૂર્વક હમેશાં શીલ (કર્મબંધનથી છૂટવાના કારણરૂપ ચારિત્ર)ને વિચારીને તેને યથાર્થ રતિ (પિતાના જીવનને તપાસે તથા) પાળે.
નેંધ –તીર્થંકરદેવની આજ્ઞામાં રહેવું એટલે સચ્ચારિત્ર્યને જીવનમાં વણવું એ વાત આગળનાં સૂત્રોમાં ચર્ચાઈ ગઈ છે. નિરાસક્તિ અને વિવેક બુદ્ધિનો સહચારી જ ચારિત્ર આરાધી શકે એમ સાધકનાં વિશેષણોથી અહીં ફલિત થાય છે. પરંતુ ઘણી વાર નિરાસક્ત અને વિવેકી સાધકને પણ જ્યાં સુધી રાગદ્વેષનાં બીજો સંપૂર્ણ રીતે ન બળી ગયાં હોય ત્યાં સુધી જરાયે તે ગાફલ થાય તે ઘણું સહેવું પડે છે. એટલે અહીં રાત્રિના પ્રથમ અને પાછલા પહેરે ચિંતન કરવાનું કહી સંપૂર્ણ જાગૃત રહેવાનું સૂચવ્યું છે. જો કે અહીં કાળને અપેક્ષીને પ્રથમ અને અંતિમ પળ માટે સાવધાન રહેવાનું સૂચવ્યું છે, પરંતુ ખરી રીતે તે આ વાત પ્રત્યેક ક્રિયાપરત્વે ઘટાડવાની છે. પ્રતિક્રમણક્રિયા કે જેને અનુભવી પુરુષેઓ–ગૃહસ્થ હો કે ત્યાગી છે તે બનેએકરણીય બતાવી છે, તેમાં પણ આ જ જાતનું રહસ્ય સમાયું છે.
નિરાસક્તિ અને વિવેકબુદ્ધિ પ્રાપ્ત થાય ત્યાં જે અહંકાર ન હોવો