________________
વસ્તુવિવેક એવી ભાવનાથી જ ગમે ત્યાં રહો પણ વીર્ય છુપાવશો નહિ એમ કહ્યું છે. જૈનદર્શનમાં વિશ્વવ્યાપક દૃષ્ટિ અને અનેકાંતતા કેટલી છે એનું આ પ્રતીક છે.
વીર્યને છુપાવવું એટલે શક્તિ ગુંગળાવવી. શક્તિ તે જીવમાત્રમાં હોય છે. પરંતુ શક્તિને કસવાના પ્રસંગેને તે ભાગ્યે જ જોઈ શકે છે. કારણ કે
જ્યાં સુધી માનવીના વિચારચક્ષુ ન ખૂલે ત્યાં સુધી તે નિમિત્તો અને સંગ જેમ તેને ખેંચે તેમ તે વેગમાં ખેંચાતે રહે છે અને બીજના વિચારે તથા અનુભવોને પોતાના છે એમ માની બીજાના વારસા પર તે જીવતો હોય છે. પણ જ્યાં સુધી સ્વયં વિચારશક્તિ અને સ્વયં સર્જનશક્તિ ન પ્રગટે ત્યાં સુધી વર્ષોલ્લાસ પ્રગટી શકે નહિ. વિચાર પછી જ શ્રદ્ધા અને શક્તિ બને પૂરે છે.
પણ વૃત્તિની પૂર્ણ શુદ્ધિ ન થઈ હોય ત્યાં સુધી એ શક્તિ બે માર્ગે વહેવા લાગે છે. આ વખતે સાધકે ખૂબ સાવધાન રહેવાનું હોય છે. આમાંના એક વહેણને જગતના ડાહ્યા પુરુષો શક્તિને સદુપયોગ કરે છે, અને બીજાને દુરુપયોગ કહે છે. અહીં સૂત્રકાર એ ભાંજગડમાં પડતા નથી. એમની દષ્ટિએ તે શક્તિની મહત્તા છે. સદુપયોગ કે દુરુપયોગ એ બને દૃષ્ટિ તો સાપેક્ષ છે. એટલે કહે છે કે “વીર્યને ગુંગળા મા.” શક્તિને હણવા કરતાં પણ શક્તિને ગુંગળાવવી એ વધુ હાનિકારક છે, આ વાત અનુભવ પછી જ સમજવી સરલ થઈ પડે છે.
નિમિત્તાધીનો વીવઃ એ સૂત્રનો નિમિત્તને અધીન થવું એ જાણે જીવને સ્વભાવ જ કાં ન હોય એવો અર્થ ઘટાવાય છે, અને ઇતર છવો જ માત્ર નહિ પણ માનવસૃષ્ટિ સુદ્ધાં આ ભાવનામાં ઘસડાયે જાય છે. પછી બુદ્ધિ તથા પુષાર્થનાં સ્વતંત્ર સાધન કે જે પોતે જ સંવેગોને ઘડવા માટે સમર્થ છે તે મળ્યાં હોવા છતાં તેમને લાભ તેઓ લઈ શક્તા નથી. કોઈ માનવ પિતાની સ્વતંત્ર બુદ્ધિ અને સ્વતંત્ર પુરુષાર્થને ઉપયોગ કરે છે પણ તેનામાં કઈ પૂર્વસંસ્કારે રહી ગયા હોય ત્યાં સુધી તે અંગેની સામે થઈ ફતેહમંદ નીવડી શકતા નથી. પણ તેની શક્તિનું કેઈ એકાદ બીજ પલ્લવિત થાય અને કાર્ય કરાવી નાખે ત્યારે દુનિયાને ડાહ્યા કહેવાતા લોકો કે જે એક જ માર્ગે જવાના અભ્યાસી હોય છે તેઓને મન આ કાર્ય અને ભાવના નવીન લેવાથી ઝીલી શક્તા નથી. અને એવું પણ બને છે કે એ નવીન માર્ગમાં હતાશ કરી નાખે એવાં અનેક નિમિત્તો એ શક્તિના ઉપાસક સામે ખડાં થાય