________________
વસ્તુવિવેક
- ૧૬૩ ત્યાગના સંબંધમાં કેટલીક વાર ગેરસમજ ઊભી થવાનો સંભવ રહે તેથી તેને ઉકેલ આ સૂત્રમાં આપવા પ્રયાસ કરે છે.
ધર્મ સમતામાં છે એમ બોલીને સૂત્રકાર કહે છે કે –ત્યાગ સમભાવથી જાગ્યો હોવો જોઈએ. ત્યાગમાં સમતા જોઈએ જ. આમ કહેવાનો આશય એ છે કે પદાર્થ ત્યાગમાં બે ભાવના દેખાય છે. એક તો પદાર્થો તરફની ધૃણા અને બીજી પદાર્થો પ્રત્યેની અતૃપ્તિ. આ ભાવનાના મૂળ ઉપર જ ત્યાગની શુદ્ધિઅશુદ્ધિનો આધાર છે. જે ત્યાગમાં પદાર્થ પર તિરસ્કાર છે તે ત્યાગમાં શુદ્ધિ કે સમજણ નથી, એમ કહી શકાય. કારણ કે જે વૃત્તિને આજે પદાર્થ પર તિરસ્કાર છે તે વૃત્તિને પ્રસંગ આવ્યે સંચમ પર પણ તિરસ્કાર નહિ થાય એની ખાતરી શી ? કથિતાશય એ છે કે વૃત્તિના મૂળમાં જે દેષ હોય તે આજે એક જ ક્ષેત્રમાં દેખાતો હોય તો પણ વહેલો ચા મેડે એ બીજા ક્ષેત્રમાં પણ દેખાવાને જ. જે સાધકે પદાર્થ ત્યાગથી સુખ છે એવું મીઠું પ્રલોભન
ક્યાંકથી સાંભળી ત્યાગ કર્યો છે અને આજે તેની વૃત્તિનો વેગ સંયમ તરફ વાળવા પ્રયત્ન કરી રહ્યો છે, તે સાધક કદાચ એ માર્ગમાં સુખનો અનુભવ ન કરી શકે અને બીજાં બાધક કારણો નડે, ત્યારે બીજી તરફ ઢળ્યા વગર કેમ રહી શકશે ? ત્યાગને હેતુ વેગની દિશા બદલવાને નહિ પણ વેગને શમાવવાનો છે. અને એ વેગનું શમન ઊંડી વિચારણ વગર શક્ય નથી. જ્યારે માનવીને ભાન થાય કે પદાર્થોમાં સુખ કે દુઃખ આપવાની શક્તિ નથી. તે તો નિમિત્ત માત્ર છે, મારી વૃત્તિએ જ અજ્ઞાનથી પદાર્થોમાં સુખ કે દુઃખની કલ્પના કરી છે. જેને એક વસ્તુ જોઈએ છે તે વસ્તુ નહિ મળે તો તેને દુઃખ થશે. અગર સુખ મળશે તો ક્ષણિક સુખ થશે. પણ જેને એ વસ્તુ જોઈતી જ નથી એને એ વસ્તુ સંબંધીનું કંઈ પણ સુખદુ:ખ થવાનું નથી. સુખ કે દુઃખનું કારણ બહાર નથી પણ મારી સમજણમાં છે–ત્યારે જ સાચો ત્યાગ જન્મશે. એટલે જ સૂત્રકાર કહે છે કે ત્યાગ સમતાથી જન્મો જોઈએ; અને આ ભાવના પ્રગટયા પછી જ વૃત્તિને શુદ્ધ કરવા માટે નિમિત્તોથી દૂર રહેવાની આવશ્યકતા જણાય છે, અને એ સમજણપૂર્વક જે ત્યાગ થાય છે તે ત્યાગમાં સમભાવ હોવાની પૂર્ણ સંભાવના છે.
સર્વજ્ઞ પુરૂએ સમભાવની પરાકાષ્ટા પિતે અનુભવી છે. એથી જ તેઓ ધર્મને સમતાથી વર્ણવી શકે છે. સત્યને અનુભવી જ સત્ય દર્શાવી શકે, બીજે નહિ; એવો ભાવ પણ આ સૂત્રમાં ટપકે છે. આ સૂત્રને બીજા