________________
૧૬૨
આચારાંગસૂત્ર ઓળખીએ છીએ તે વિચાર નથી હોત પણ કેવળ વિકલ્પ હોય છે. જીવનમાં અદ્ભુતતા, નવીનતા અને દિવ્યદષ્ટિ પ્રેરે એ વિચાર. બાકી તે ઉપરના મન ઉપર આવતા વિચારે એ તો વિકલ્પમાત્ર છે. છતાં એ વિકલ્પ પર વિચારોને આરોપ મુકાય છે. એ તે સમુદ્રના ઉપરના રણને તરંગ માનવા જેવી ભૂલ છે. તરંગ જેમ જલનું ઊર્ધ્વગમન છે, તેમ વિચાર એ અંતઃકરણનું ઊર્વકરણ છે. તરંગ જેમ સમુદ્રને આહલાદિત કરે છે, ઉદાર બનાવે છે, તીરને ભેટવાની તાલાવેલી જગાડે છે અને વેગ આપે છે, તેમ જ વિચારમાં શક્તિ છે. વિચારનું એક કિરણું જીવનમાં જોત જગાવી દે છે. અનેક કાળના અજ્ઞાન અને મેહના તિમિરને તે વિખેરી નાખે છે. જીવનના ગુચવાયેલા કોડાને તે ઉકેલી દે છે, અને પ્રત્યેક કાર્યના પરિણામ સુધી પહોંચવાની દિવ્ય શક્તિ સમપે છે. જે પરથી ક્રિયાનું મૂળ કારણ અને પરિણામ સુધી દષ્ટિ પહોંચે તે વિચાર કહેવાય.
પણ આવો ઊંડે વિચાર અનુભવી જનોના પ્રગટદ્યતન વિના પ્રાપ્ય નથી. આથી જ આપ્તપુરુષોનાં વચને કે સત્સંગ તેમાં કારણભૂત બતાવ્યાં છે. આપ્તપુરુષ એટલે નિખાલસતા, નિઃસ્પૃહતા અને સત્યની સાક્ષાત મૂર્તિ. નિસ્પૃહતા વિના સ્વાનુભવ ન જાગે. બીજાં વચનો અનેકવાર સાંભળ્યા છતાં હૃદયના સર ને જગાડે, હૃદયે ન સ્પશે. પણ સાચા સંતનું એક વાક્ય જીવન પલટી શકે.
સત્સંગની મહત્તા આ દષ્ટિએ છે. પરંતુ જ્યાં વ્યક્તિનાં વ્યક્તિત્વને બદલે વ્યક્તિનાં ખાં તરફ ઢળવાની ક્રિયા થાય ત્યાં સત્સંગ ફળદાયી ન નીવડે, અને વાસ્તવિક રીતે તો એ સત્સંગ પણ ન કહેવાય. વ્યક્તિરાગમાં બંધાયેલાને મુક્ત કરે, સ્વતંત્ર બનાવે અને પોતાનો અનંત કાળનો પૂર્વગ્રહદુરાગ્રહ છોડાવે, તે જ સત્સંગ.
[૨] પ્રિય જંબુ ! તીર્થકરદેવે સમતાથી ( સમતામાં), ધર્મ વર્ણવ્યો છે. તે બોલ્યા છે કે –અહે સાધકે! જે રીતે મેં અહીં કર્મ ખપાવ્યા છે તે રીતે બીજા માર્ગોમાં કર્મ ખપાવવા મુશ્કેલ છે. માટે જ કહું છું કે મારું દષ્ટાંત લઈ બીજા મુમુક્ષુઓએ પણ પોતાનું વીર્ય છુપાવવું નહિ.
નોંધ:-પ્રથમ સૂત્રમાં બાહ્ય પદાર્થના ત્યાગની જરૂરિયાત બતાવી અને ત્યાગભાવના ક્યારે અને કઈ રીતે જગે તેના ઉપાયો વર્ણવ્યા. પરન્તુ