________________
તૃતીય ઉદ્દેશક
વસ્તુવિવેક
ચારિત્રગઠન અને તેને ખીલવવાના ઉપાયે વર્ણવાઈ ગયા. બીજા ઉદ્દેશકમાં કહેલી નિષ્પરિગ્રહવૃત્તિને રખે કઈ દુરુપયેગ કરે ! “મૂછ એ જ પરિગ્રહ છે. માટે પદાર્થો ગમે તેવા અને ગમે તેટલા વાપરવાની છૂટ છે. માટે માત્ર મૂછ ન હેવી જોઈએ—એમ રખે કેઈ માની લે! તે ભ્રમને આ ઉદેશકમાં ઉકેલ આપતાં સ્યાદવાદ જેમની નસેનસમાં સહજ વયે છે એવા ગુરુદેવ સિાને સંબોધીને બોલ્યા.
ગુરુદેવ બોલ્યા | [૧] જે કઈ ગૃહસ્થ કિંવા ભિક્ષુ આ જગતમાં નિષ્પરિગ્રહી થાય છે તે બધા તીર્થંકર દેવની વાણું સાંભળી અથવા મહાપુરુષ કે જ્ઞાની પુરુષોનાં વચને વિચારી, વિવેકવંત બની, સર્વ પ્રકારના પરિગ્રહને ત્યાગ કરીને જ નિષ્પરિગ્રહી બને છે.