________________
૧૬૪
આચારાંગસૂત્ર
ભાગમાં શ્રીતીર્થકરભગવાનના શ્રીમુખેથી “મેં અહીં કર્મ ખપાવ્યા છે તે રીતે બીજે ખપાવવાં મુશ્કેલ છે” એમ કહેવાયું છે. એ કથનમાંથી એ સાર નીકળે છે કે આ માર્ગ–સમતાને માર્ગ જેટલો સરળ છે તેટલે બીજે નથી. અમે સમતાયોગની સાધના કરી કર્મ ખપાવ્યાં છે. તમે પણ ખપાવી શકશે. એમ એ જ્ઞાની પુરુષો પોતાના અનુભવની ચોક્કસતા બતાવે છે.
- પ્રાણીમાત્રના આશયે જ્યાં ભિન્નભિન્ન છે ત્યાં ક્રિયાની ભિન્નતા હેવી સ્વાભાવિક છે. પણ જે કઈ જિજ્ઞાસુ કે મુમુક્ષુ સત્યમાર્ગે જવા સારુ તૈયાર થઈ ગયો છે, તેની જિજ્ઞાસાનું આમાં સુંદર ચિત્ર છે. અને આવલંબનની ગૂઢ પ્રેરણા પણ છે. તોયે રખે એ અવલંબનમાં જ અટકી પડે ! માટે કહે છે કે જેજે હો, બહારના સાધકનિમિત્તોને માત્ર દૃષ્ટાંતરૂપે નિહાળજે, ચાલવાનું તો તમારે જ છે. પુરુષાર્થની ચાવી તમારા હાથમાં છે, એ રખે ભૂલતા.
આ સૂત્રને છેલ્લો શબ્દાર્થ તો અદ્ભુત છે. એમાં ભાખ્યું છે કે બીજ મુમુક્ષુઓએ પણ પિતાનું વીર્ય છુપાવવું નહિ. “બીજા મુમુક્ષુઓ એટલે આ માર્ગને બદલે બીજા માર્ગે જનારાઓ-જેમકે કર્મમાર્ગ, જ્ઞાનમાર્ગ, ભક્તિમાર્ગ કે એવા હજારે મત, પંથ અને સંપ્રદાયો. જે ભિન્ન ભિન્ન માર્ગો દેખાય છે તેવા હજારો માર્ગમાંથી ગમે તે માર્ગો લેનારાઓ, ગમે તે પંથના પથિકે, એ સર્વને કહે છે કે તમે જે માર્ગ સ્વીકાર્યો હોય તે ભલે રહ્યો. પણ તે માર્ગને વફાદાર રહેજે. તમારી શક્તિ તેમાં પૂર્ણ જોશથી અજમાવજે, એને ગુંગળાવશે નહિ. અનુભવ પણ એ છે કે એમાંથી પણ સાચો રાહ પ્રગટે છે.
આ ઉપરથી એ પણ ફલિત થયું કે પોતાનું કથન પૂર્ણ સત્ય હોય તોપણ તેને બધા સ્વીકારે એવો આગ્રહ ન હોવો ઘટે. જે વ્યક્તિ જેટલી વિકસી હશે તેટલું જ સત્ય તેની દષ્ટિને સ્પર્શી શકશે. અર્થાત કે પરિમિત દષ્ટિની અપેક્ષાએ સત્ય પોતે પણ પરિમિત છે, સાપેક્ષ છે. ત્યાં આગ્રહને અવકાશ કેવો? તેથી સત્ય અમુક જ ક્ષેત્ર, માર્ગ કે સ્થાનથી આરાધી શકાય એવું એકાંત નથી. એટલે ગમે તે ધર્મ, મત, પંથ કે સંપ્રદાયમાં સાધક હોય તોયે જે તેનામાં સાચું સત્યાથીપણું હશે તે એ ધર્મ, મત, પંથ કે સંપ્રદાચ એના વિકાસમાં બાધક નહિ નિવડે. મુખ્યતા સ્થાનની નથી, પણ યોગ્યતા અને મુમુક્ષભાવનાની છે. એ યોગ્યતા અને ઉચ્ચતા પ્રાપ્ત કરે અને વિકસે.