________________
૧૫૮
આચારાંગસૂત્ર [૧૩] જે સાધકે પ્રમાદ સેવે છે, તેઓ ધર્મથી પરાક્ષુખ થયેલા છે, એમ જાણીને શાણે સાધક અપ્રમત્તપણે વિચરે.
| નેધ–ક્રિયાથી ધર્મિષ્ઠ ગણાતે છતાં જે સાધક જીવનવ્યવહારમાં ઉપયોગશૂન્ય દશાએ વર્તે છે તેને સૂત્રકાર અહીં સાચા માર્ગનું દર્શન કરાવે છે. પ્રમાદ એ જ પાપ. ઉપગન્ય જીવન એ જ પાપ. એ આ સૂત્રમાં વનિ છે. જ્યાં ઉપયોગશન્યતા છે, ત્યાં નિવૃત્તિને આડે આળસ અને વિલાસ પોષાય છે; અને જ્યાં ઉપયોગમય દશા વતે છે, ત્યાં ક્રિયાપરતા હોવા છતાં નિવૃત્તિ છે.
[૧૪] એમ ઉત્તમ પ્રકારે આ તીર્થકરભાષિત ક્રિયાને મુનિ સાધક યથાર્થ રીતે પાલન કરે.
નોંધ –અપરિગ્રહી વૃત્તિ એ વીરને સાચો માર્ગ છે એમ કહી પરિગ્રહ અને તે પરની મમતા છોડવાનું આગળનાં સૂત્રોમાં વર્ણવી, ૧૨-૧૩ અને ૧૪મા સૂત્રમાં ક્રમપૂર્વક સમભાવ, જાગૃત દશા અને જિનમાર્ગની શ્રદ્ધાપૂર્વક આરાધના કરવાનું જણાવ્યું છે.
ઉપસંહાર
સાધુતા અને પરિગ્રહીપણું એ બને વિરોધી ગુણે છે. ઉપગમય જીવન એ જ ધર્મ. ક્રિયામાં પ્રગટપણે પાપ ન દેખાય તોયે જ્યાં પરિગ્રહવૃત્તિ છે, ત્યાં આરંભ–પાપ છે જ. પરિગ્રહ અને આરંભથી સંસાર વધે છે. મહાપરિગ્રહ અને મહાઆરંભ અધમ સંસ્કાર અને અધમ ગતિના ઉત્પાદક છે.
સંસારની વિવિધ આશા, તૃષ્ણાએ અને ઇચ્છાઓથી સુખ અને દુઃખનું નિર્માણ થાય છે. સંયમી સાધક આટલું જાણું બન્ને સ્થિતિમાં સમભાવ જાળવે.
કર્મને કોયડો કોઈને કોઈ કાળે છોડતો નથી, છોડશે પણ નહિ, સુખ કે દુઃખ મનાય છે તેનું કારણ પણ કમની વિચિત્રતા છે. કર્મમુક્તિ આત્મભાન પછી જ સંભવે છે.