________________
૧૫૬
'
' .
આચારાંગસૂત્ર
જે વૃત્તિ સુખનો અનુભવ કરાવે છે તે સુખ નથી, પણ સુભાસ છે. વૃત્તિને અધીન થયેલા વિકૃત ચૈતન્યના આવેશને સુખ મનાતું હોય, ત્યાં કેવળ મૂઢતા છે, એમ જ કહી શકાય. એ આવેશનું પરિણામ ભયંકર આવે છે. એથી જ જ્ઞાન, વિજ્ઞાન, સુખ અને આનંદ આપવાને જેનો સ્વભાવ છે તેવા આત્મા તરફ વળવાનું સમજાવ્યું છે. એ જ સાચો માર્ગ છે, અને એ માગે વન્ય જ ટકો છે.
[૮] આ દુનિયામાં સાધુવેશ (ત્યાગીનાં ચિહ્ન) ધારણ કરીને પણ કેટલાક સાધકે થોડો કે ઘણે, નાનો કે મેટે, સચિત્ત કે અચિત્ત પરિગ્રહ રાખે છે. તે સાધુ હોવા છતાં પરિગ્રહી ગૃહસ્થના જેવા જ અથવા તેથી પણ હલકા છે.
નેધ –જે નિરાસક્તિની ભાવના પૂર્વરસૂત્રમાં વ્યક્ત કરી તેને હવે સ્પષ્ટ શબ્દોમાં સૂત્રકાર કહે છે કે –વેશ પહેરવાથી નિરાસક્તિ આવી શકતી નથી. વેશનું ત્યાગચિહન પૂરતું સ્થાન ભલે હોય, પરંતુ એ ત્યાગ નથી, એટલું જ નહિ પણ પદાર્થ ત્યાગ એ પણ ત્યાગ નથી. નિરાસક્તિ જે દ્રારા ઉત્પન્ન થાય તેમાં જ વાસ્તવિક ત્યાગનો સમાવેશ છે. જે સાધક નિરાસક્તિના દય વિના પદાર્થોનો ત્યાગ કરે છે, તે સાધક ધનનો પરિગ્રહ છોડશે, પણ પદાર્થો પરનું મમત્વ નહિ છોડે; બાલબચ્ચાં અને સંબંધીને છોડશે, પણ કોઈને સેવક તરીકે ઉપયોગ કરવાની સંજ્ઞા નહિ છોડે.
[૯] કેટલાક જીવોને એ પરિગ્રહપણું જ અધમ ગતિમાં દુઃખરૂપ મહાભયનું કારણ બને છે. અથવા સંસારની (આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ સંબંધની ) સંજ્ઞાવૃત્તિ પણ તેવી જ ભયજનક થાય છે તેમ ધારી તેવી વૃત્તિથી જિજ્ઞાસુ સાધક દૂર રહે છે.
નેધ–પરિગ્રહપણું એટલે પરિગ્રહની વૃત્તિ. એને લાલસા પણ કહી શકાય. એક તે એ, અને બીજું સંસારમાં સુખ છે એવી માન્યતા. આ બન્ને અધમ ગતિના મૂળભૂત કારણે છે. જ્યાં સુધી પરિગ્રહવૃત્તિ કે એ સંજ્ઞા છે ત્યાં સુધી તે સાધક કદી નિર્ભય બની શકે નહિ. અને સત્ય, સંયમ, ત્યાગ કે તપનું ફળ મેળવી શકે નહિ. એટલે સાચું સુખ મેળવવા માટે સૌથી પ્રથમ અપરિગ્રહવૃત્તિ અને ઘસંજ્ઞાને ત્યાગ કરાવનાર વિચારકશકિત અને જાગૃતિ રાખવી ઘટે.