________________
૧૫૪
આચારાંગસૂત્ર સંચમીને સંયમ જે સ્વ અને પરનું કલ્યાણ સાધે છે તે દાતા કે પરોપકારી નથી સાધતે. આથી જ પ્રથમ દાન, પછી પોપકાર અને ત્યારબાદ સંયમનું ઉચ્ચ સ્થાન કપાયું છે.
સંયમમાં કષ્ટ આવે તે સાધકને દુઃખરૂપ નથી લાગતાં, એનું કારણ એ છે કે સંયમની શ્રેણીને અવલંબેલો સાધક કઈ બીજી જ ભૂમિકામાં ગયો હોવાથી તેને અપૂર્વ ઉલ્લાસ પ્રગટે છે. કદી આવા ઉલ્લાસન પૂર્વે તેને પરિચય ન હોવાથી તે સ્થિતિને તે શાન દશા માને છે. પણ આ એક સાધનાની ભૂમિકા જ છે. તેને તેને યથાર્થ અનુભવ ન હોવાથી કોઈ વેળા નિમિત્તવશાત્ જે તેને પૂર્વઅધ્યાસે આવીને હેરાન કરે છે તે એકદમ વ્યાકુળ થઈ બેસે છે. પતન થયું તેવા ભયે તે ત્રાસી ઊઠે છે. પણ આ ત્રાસ તેના જીવનમાં કાં તે સાચેસાચું પતન આણે છે, અથવા હતાશતા લાવી મૂકે છે. આ બન્ને સ્થિતિ કનિષ્ટ છે. આમાં શક્તિને અવિશ્વાસ જ કારણભૂત છે. એટલે નિર્ભયતા અને આંતરિક શક્તિ એ બે ચારિત્રગઠનના મૂળભૂત પાયા છે. એ જ દષ્ટિએ પિતાને થતાં સુખદુઃખ કે બીજાને થતાં સુખદુ:ખ જોઈ તે પિતાને સમભાવ ન ગુમાવે.
[૫] જે સાધકે હાલમાં પોતે પાપમાં પ્રવર્તતા નથી છતાં કદાચ પૂર્વકર્મના ફળસ્વરૂપે તેમને વિવિધ પ્રકારની ઉપાધિઓ આવે તો તે વખતે થતું દુઃખ તેઓ સમભાવપૂર્વક સહન કરે. એમ વીર તીર્થકર દેવોએ ફરમાવ્યું છે. ' નેંધ –કર્મની સાંકળ ત્રિકાળાબાધિત છે. પુનર્ભવ–પુનર્જન્મથી તેમની વચ્ચે પડદા પડતા જાય છે. પાછળનાં કર્મોનું આ જીવને જ્ઞાન નથી તેથી જ તે કુદરતની સામાન્ય ક્રિયાથી પણ ચોંકી ઊઠે છે, નિરાશ થઈ જાચ છે. જોકે આમ થવું એ પણ અસ્વાભાવિક નથી. કારણ કે વર્તમાનકાળમાં જે ક્રિયા થાય છે તે પણ શુદ્ધ છે કે અશુદ્ધ, વિકાસને પંથે પ્રેરનારી છે કે પતનને પશે તેનું ચે જ્યાં ભાન ન હોય ત્યાં પૂર્વ ક્રિયાના ફળની પ્રતીતિ કે સહન કરવાની શક્તિ શી રીતે જાગે ? પણ આવા સાધકે આપ્તજનેઅનુભવી પુના (ગુના) વચનના અવલંબનથી પણ એટલો વિશ્વાસ મેળવી લેવો જોઈએ કે જે કંઈ થાય છે, તે બધું હેતુપૂર્વક જ થાય છે. ક્રિયાના કર્તાને ક્રિયાનું ફળ ઇચ્છાઓ કે અનિચ્છાએ, પડદા સામે કે પડદા પાછળ