________________
૧૫૨
આચારાંગસૂત્ર
[૨] હે સાધક! તું દૂષિત પ્રવૃત્તિથી દૂર રહી પૂર્વગત દેને સાધનાધારા દૂર કર્યા કર. “હમણાં જ આ અવસર છે,” એમ વિચારી પવિત્ર સંયમ તરફ જ દૃષ્ટિ રાખ. આ શરીર, સાધકજીવન અને સાધનાનાં આવાં અનુકૂળ સાધનને સમય ફરીફરી નહિ આવે માટે તેમનું ફરીફરી શોધન કર.
નેંધ –સાધક સંયમી બન્યા પછી પણ જાગૃત દશાને ભૂલી ન જાય, પૂર્વઅધ્યાસો તેને પુનઃ પિતા તરફ ખેંચી ન જાય, એટલા માટે પળે પળે જાગ્રત રહેવાનું આ સૂત્રમાં સૂચવ્યું છે. ઘણીવાર એવું બને છે કે સાધકજીવનમાં પણ સતત સંયમનું વલણ કંટાળો ઉત્પન્ન કરે છે. અને એ કંટાળે કે પ્રમાદ પણ જાણે કેઈ નિરાસક્તિને ગુણ હોય તેમ મનાવવા તેની વૃત્તિ તે સાધક પર આક્રમણ કરે છે. આનું મૂળકારણ પૂર્વ અભ્યાસ જ છે. છતાં તે સાધકને તે વખતે તેનું ભાન હોતું નથી. તેથી તે લોકપ્રવાહમાં ખેંચાઈ જાય છે. આ ખેંચાણ કેટલું પતન કરે છે, તે તો અનુભવગમ્ય બીના છે. પરંતુ તે પ્રસંગ ન આવે એમ સૂત્રકાર ઇચ્છે છે. અને તેથી ચકાવે છે કે હે સાધક ! આ અવસર ફરીફરી નહિ આવે. અને કહે છે કે –એ વાત અહીં શા માટે કહેવામાં આવી છે તેનું પણ તું તારા જીવનમાં શોધન કર. ત્યારે જ તને એને મર્મ સમજાશે.
[૩] તીર્થંકરદેવે એ માર્ગ બતાવ્યો છે (અને એમ પણ સમજાવ્યું છે કે બધા જેને જુદું જુદું સુખદુઃખ થાય છે, એમ જાણી (આત્માભિમુખ બનવા માટે) સંયમી સાધકે સાધનાના માર્ગમાં જરા પણ પ્રમાદ ન કરવો.
નોંધ –જાગ્રત સાધકને પણ અચાસે વશ કરી નાખે તો બીજાનું શું ગજું? એમ માની કઈ સાધનાના માર્ગે જવામાં નિરાશા ન અનુભવે એ ખાતર સૂત્રકાર તે ગૂંચ ઉકેલી નાખે છે, અને એમ થવાના કારણને સ્પષ્ટ કરી મૂકે છે. “બધા જીવોને સુખ અને દુઃખ જુદું જુદું થાય છે,” એ વાકયના ભાવાર્થમાં તે વાત શમાવી છે. અનુભવ. પણ આ વાતને સ્વીકારે છે કે જે એક વસ્તુ એકને સુખરૂપ હોય છે, તે જ વસ્તુ બીજાને દુઃખરૂપ હોય છે; અથવા એછું સુખ કે દુઃખ આપી શકે છે. આટલી વાતને ઊંડાણથી