________________
૧૫૦
આચારાંગસૂત્ર [૧૧] હે મનુષ્યો! જેઓ પિતે પાપનાં અનુકાનથી નિત્ય નથી અને પિતે અજ્ઞાની હોવા છતાં મેક્ષ જેવી વસ્તુની મનમાની ડંફાસો હાંક્યા કરે છે, તેવા દુઃખી જેવો બિચારા કર્મમાં જ કુશળ છે; નહિ કે ધમમાં. આવા જેવો સંસારના ચક્રમાં ફરવાના અધિકારી બને છે.
નોંધ –મોક્ષનાં શાસ્ત્ર ભર્યું કે મોક્ષની વાતો છેલ્વે મોક્ષની પ્રાપ્તિ થઈ જતી નથી. જેઓ મોક્ષના અભિલાષી હોવા છતાં સ્વછંદ, પ્રમાદ, કષાયો અને વિષયવિલાસની ગર્તામાં સબડ્યા કરે છે, તે સંસારે નથી આરાધતા અને મોક્ષ પણ નથી આરાધતા. તેઓ માત્ર આધાર વિના ત્રિશંકુની જેમ વચ્ચે જ લટકી રહે છે–એમ કહેવાનું સૂત્રકારને આશય છે.
ઉપસંહાર ચારિત્રનું ઘડતર આંતરિક બળથી જ થાય છે. આંતરિક બળ કેળવવા માટે સંયમ ઉપાગી સાધન તો છે જ. વિષયસુખની લિપ્સામાંથી જે હિંસા જન્મ છે તે આધ્યાત્મિક મૃત્યુના અને શારીરિક છાસના કારણભૂત બને છે. ગૃહસ્યજીવનમાં સંયમ સુસાધ્ય અને સુશક્ય છે. સંયમમાં સુખ સહજ છે. ભૂલનું ભાન થયે સંયમ સરળ અને સ્વાભાવિક બને છે.
ભૂલનું ભાન ભૂલનું કડવું પરિણામ ભોગવવાથી થઈ શકે છે, એ માન્યતા બરાબર નથી. ક્રિયા માત્ર પરિણામ દેનારી છે, એટલે ક્રિયાનું પરિણામ ભોગવવું એ તો એક નૈસર્ગિક નિયમ જ છે; પરંતુ જેમ જેમ છવ કડવા પરિણામો ભોગવે છે, તેમતેમ તેની વૃત્તિમાં વધુ વક્રતા પેસે છે અને ભૂલનું ભાન થવાની તક દૂર ને દૂર જાય છે.
ભૂલનું ભાન જિજ્ઞાસા પછી જાગે છે. નિર્ણય પણ જિજ્ઞાસા પછી સંભવે છે. સાચો નિર્ણય જીવને સ્વયં સંચમને માર્ગે ચોજી દે છે.
આરંભ આસક્તિથી જન્મે છે. ત્યાગી પણ આસક્ત હોય તો તે આરંભછવી છે. અને ગૃહસ્થ પણ સંચમી કે નિરાસક્ત હોય તો તે અનારંભળવી છે.
- એમ કહું છું. લોકસાર અધ્યયનને પ્રથમ ઉદ્દેશક સમાપ્ત થયો.