________________
ચારિત્રપ્રતિપાદન
૧૪૯ ચારી થઈ એકચર્યા કરે છે. તેની એકચર્યા સ્વછંદથી જન્મી હોય છે. તેની તેમના ગુણો જ પ્રતીતિ આપી દે છે. તેઓ બહુક્રોધી, બહુ માની,બહુ માયાવી, બહુ લાભી, બહુ પાપી, બહુ દંભી, બહુ ઠગારા, બહુ દુષ્ટ વાસનાવાળા, હિંસક અને કુકમી હોવા છતાં “હું તે ધર્મ માટે વિશેષ ઉદ્યમવંત થયો છું” એમ બકવાદ કરતા હોય છે. પણ ખરી રીતે “રખે કોઈ મને જાણું જાય ” એવા ભયથી તે એકલા થઈને ફરે છે, અને અજ્ઞાન તથા પ્રમાદ બન્ને દોષોથી નિરંતર મૂઢ બની વાસ્તવિક ધર્મને સમજી શક્તા નથી.
નેધ –બાહ્ય શરણને માનનારે, બાહ્ય વિધિનિષેધમાં ખૂબ માનનારે સાધક કેટલીક વાર તેમાંથી કડવા અનુભવ મળ્યા પછી ચોંકી ઊઠે છે. અને તેથી એ બધું છોડી પિતા તરફ વળવાનો ભાવ તેનામાં જાગે છે. પણ આ વખતે એક ભુલાવાને છોડી બીજા ભારી ભુલાવામાં પડવાને ભય આ સૂત્રમાં સૂત્રકાર પ્રગટ કરે છે.
એશ્ચર્યા કરનારના માનસિક દુર્ગણોનો જે ભંડાર વર્ણવ્યા છે તે મનનીય છે. ઘણી વખત ત્યાગી સાધકને બાહ્ય નિમિત્તો દ્વારા કડવો અનુભવ થાય છે. ત્યારે તે આખી દુનિયા ખરાબ છે, એમ માની તેથી અળગો થવા મળે છે. અને તે એમ માને છે કે – હું એકલો રહીશ તો આ બધી માથાફેડ મટી જશે. આવા સાધકનું મૂળ જ કાચું છે. એ ઉપાદાન અને નિમિત્તોને સંબંધ સમ જ નથી. નિમિત્તેનું જોર ઉપાદાનને લઈને છે, સંસાર અંતરમાં છે, બહાર માત્ર તેનું પ્રતિબિંબ છે, તેનું તેને જ્ઞાન નથી. એટલે એકડે ઘંટનાર કરતાંયે તેની નીચી કક્ષા છે. છતાં તેની ભૂલ એમ મનાવે છે કે હું હવે થોડા જ વખતમાં અદ્વિતીચ મહાત્મા બની જઈશ. જે કોઇએ નથી કર્યું તે હું કરીશ એમ માને છે. આનું પરિણામ કેવળ અધ:પતનમાં આવે છે. અને વધુ દુઃખનો વિષય તો એ છે કે –તે એકલા બની જવાથી તે ભૂલને સુધારનાર મળવો પણ તેને દુર્લભ થઈ પડે છે. સારાંશ કે એકલીનતા ખેટી નથી. પણ તેનું એકાંત એકલા કે અતડા પડી જવાથી પ્રાપ્ત થતું નથી. પરંતુ વૃત્તિના વિજયથી પ્રાપ્ત થાય છે. જગત બગડી ગયાના જે બળાપા નીકળે છે તેમાં પ્રાય: આંતરિક નબળાઈ જ કારણભૂત હોય છે.