________________
ચારિત્રપ્રતિપાદન
૧૪૭ નેધ – આ સૂત્રમાં ભૂલ કરનાર કરતાં ભૂલ છુપાવનારને વધુ દૂષિત ગ છે. અનુભવ પણ એમ જ કહે છે. એક ભૂલને છુપાવવા માટે સેંકડે ભૂલોના ચકરાવામાં પડવું પડે છે. જાગૃત સાધક પોતાની પ્રત્યેક ક્રિયા ખૂબ ઊંડાણથી વિચારે, તપાસે અને પછી જ કરે; પણ છતાંયે ભૂલ થાય તો તે ભૂલનું પરિણામ આનંદપૂર્વક જોગવી લે. ચિકિત્સાશાસ્ત્રીઓ એમ કહે છે કે ઊગતો રોગ ન દબાવવાથી વધે જાય તો પછી દેહને જે કષ્ટ વેઠવું પડે છે, તેનાથી કૈકગણું કષ્ટ નાની ભૂલને નિભાવી લેવાથી વેઠવું પડે છે. માટે એક પણ ભૂલને સાધક જતી ન કરે.
[૭] આથી વાસનાને રોકવા સારુ સાધક કામોનાં પ્રલેભને પ્રાપ્ત થવા છતાં તેનાં પરિણામને ખૂબ વિચારીને તેમના પરિચયથી જ દૂર રહે અને ચિત્તને પણ તેથી દૂર જ રાખે. (ખરાબ સંકલ્પ સુધ્ધાં ન થવા દે. ).
નેધ:–આ સૂત્રમાં વાસના રેકવા સારુ બાહ્ય પદાર્થના ત્યાગની અને પદાર્થ પર થતા ચિત્તાકર્ષણને રોકવાની વાત કરી સૂત્રકાર એમ કહેવા માગે છે કે –કેાઈ પણ સાધક પદાર્થ ભેગવવા છતાં હું નિરાસક્ત રહી શકું છું એવા અભિમાનથી, કે પ્રલોભન પમાડે તેવા પદાર્થ સાથે વસવાથી પિતાના વિકાસની કસેટી કરું એમ માની, તેવા સંગોમાં સ્વયં ન યોજાય– આ વાત ખૂબ વિચારવાયોગ્ય છે. પતન બે રીતે થાય છે. એક તો સ્વયં પડવાથી અને બીજું બેદરકારીથી.
બેદરકારીથી કોઈ ઉપરથી પડે છે તેમાં અંગને વધારે જોખમ છે. સ્વયં પડે છે ત્યાં સાવધતા હોવાથી જોખમ અલ્પ છે. તે જ રીતે સાધના સંબંધમાં સમજવું. જે સાધક જાગૃત હોવા છતાં પૂર્વસંસકારોથી ખેંચાઈ જાય છે, તેને દુઃખદ પરિણામનું ભાન હોવાથી એટલું દુઃખ થતું નથી, જેટલું પદાર્થને ખેંચીને ભોગવનારને થાય છે. પહેલામાં ભૂલનું ભાન છે, બીજામાં ભૂલને સત્ય માનવાનું અજ્ઞાન છે. પહેલામાં નમ્રતા છે, બીજામાં મિથ્યાભિમાન છે. પહેલાનું પતન પણ વિકાસ માટે છે; બીજાની પ્રગતિ પણ બેવડા પતન માટે છે.
[૮] જુએ –કેટલાએક છે બિચારા વિષયમાં અતિ આસક્ત બનીને અધમ ગતિઓમાં તણુએ જાય છે, અને આ સંસારમાં એવા