________________
ચારિત્રપ્રતિપાદન
સંબંધ છે તે જણાવ્યું. બીજા સૂત્રમાં ડાભડાની અણી પર રહેલા જળબિંદુની ઉપમા આપી તેવા જીવોના દેહની પણ ક્ષણભંગુરતા વર્ણવી અને ત્રીજા સૂત્રમાં એવા અજ્ઞાની જને ઠેકાણે શાથી આવતા નથી, તેઓ ભૂલને જાણવાનો પ્રયત્ન કરવા છતાં ભૂલથી કેમ છૂટી શકતા નથી, તેનું કારણ બતાવતા કહે છે કે તેઓમાં સાચી જિજ્ઞાસા જાગી હોતી નથી. અને હવે પછીનાં સૂત્રોમાં સાચી જિજ્ઞાસાનું સ્વરૂપ શું હોય, અને તે જિજ્ઞાસા પછી નિર્ણય થયે તેનું વર્તન કેવું બને, તેની ચિત્ત સંસ્કાર પર કેવી અસર થાય તે જણાવે છે.
] જે સંશયને જાણે છે તે સંસારને પણ જાણે છે, અને જેણે સંશય નથી જાણ્યો તેણે સંસારને પણ નથી જા.
નેધઃ–પોતે જે માર્ગે ચાલે છે ત્યાં ભૂલ થાય છે એવું ભાન થયા પછી તત્ત્વની જિજ્ઞાસા જાગે છે અને એ જિજ્ઞાસા પછી જ્ઞાન થતાં સુધી વચ્ચેની જે સ્થિતિ હોય છે તેને સંશય તરીકે ઓળખવામાં આવે છે. જ્ઞાન પણ ત્યારે જ થાય છે કે જ્યારે અભિમાન ઓછું થવાથી પોતાને એમ ભાન થાય કે પોતે જે કાંઈ માન્યું છે તે સિવાય તેની બહાર બીજું કાંઈક જાણવા જેવું છે અથવા પોતે જે માન્યું છે તે અસત્ય કે સત્યાભાસી છે, તથા સત્ય જાણ્યા પહેલાં પોતે શાંતિ કે સમાધાન મેળવી શકે તેમ નથી. માટે સત્ય જાણવું એ જરૂરી છે. અને આ કારણે પિતાની મૂળ માન્યતામાં જે સંશચ થાય તેનો અહીં ઉલ્લેખ છે. સંશયને જાણવા અર્થાત સંશચના દ્રષ્ટા થવું.
સંશયના દ્રષ્ટા થવાથી જ સંસારના દ્રષ્ટા થવાય છે. એટલે કે આત્મજ્ઞાન પ્રાપ્ત થયા પછી જ સંસારનું જ્ઞાન થાય છે. સંસાર એટલે આંતરિક વાસનામય સંસ્કારે. સંશય એ બુદ્ધિને વિષય છે. સંશય પછી જ બુદ્ધિ નિર્ણય કરી શકે છે, અને તે નિર્ણચ વિના તો પ્રગતિ થઈ શકતી નથી. આથી સંશય એ વિકાસનું અંગ ગણાય છે. એ બાધક વસ્તુ પણ નથી, બલકે સ્વાભાવિક અને ઉપયોગી વસ્તુ જ છે. ઇદ્રભૂતિ આદિ ગણધર સંશય પછી જ નિર્ણય પામ્યા હતા. છતાંય કેઈ સ્થળે એ સ્પષ્ટ ઉલ્લેખ આવે છે કે - સંશયામા વિનતિ તેનું શું ? એ થનનું તાત્પર્ય એ છે કે સંશય થવો એ કેવળ બુદ્ધિની જ વસ્તુ છે, અને તેનું ક્ષેત્ર બુદ્ધિ સુધી જ હોવું ઘટે, પરંતુ આત્માને સ્પર્શવું ન જોઈએ. જે આત્માને સ્પશે તો કેવળ બુદ્ધિનું જ સામ્રાજ્ય થાય, હૃદય શુન્ય બનતું જાય અને હૃદયશક્તિ ક્ષીણ થાય, તો બુદ્ધિ સાચો નિર્ણય કરી જ ન શકે. અને જ્યાં સત્ય નિર્ણય જ ૧૦