________________
૧૪૪
આચારાંગસૂત્ર
[] તેમ છતાં અજ્ઞાની અને કર કર્મ કરતી વખતે તે ક્ષોભ પામતા જ નથી. પણ જ્યારે તેનું દુઃખદ પરિણામ ભોગવવું પડે છે, ત્યારે તે મૂઢ બની જાય છે અને ખૂબ ખેદ પામે છે. પણ મોહાંધકારને લઈને તેને સન્માર્ગ સૂઝતું નથી, અને વળી મેહની પ્રબળતાથી તે ગર્ભ અને મરણાદિ દુઃખના ચક્રમાં વારંવાર ભમ્યા કરે છે.
નોંધ –અજ્ઞાન અનિષ્ટ છે અથવા પ્રત્યેક ભૂલનું મૂળ છે એમ ઉપરનાં બે સૂત્રોમાં સમજાવ્યું. પણ ભૂલનું સ્વરૂપ જીવન સાથે કેવા રૂપે વણાયું હોય છે તે અહીં સમજાવે છે.
ઘણી વખત એવું બને છે કે માણસ બીજાની કે પોતાની ભૂલ જોઈ પોતે ભૂલનું સ્વરૂપ સમજે છે એવી ભ્રાતિમાં પડે છે. આને બ્રાનિત એટલા માટે કહેવામાં આવે છે કે પોતાના પર તેવો પ્રસંગ આવે તો તે પોતે પણ તેવી જ અને કેટલીકવાર તો તેથી પણ ગંભીર ભૂલો કરી નાખે છે. તો ભૂલ પ્રત્યે એટલે તે તે બેદરકાર હોય છે કે તેને ક્ષોભ સુધાં થતો નથી. ભૂલ કરી નાખવી જેટલી ભયંકર નથી, તેટલી ભૂલ પ્રત્યે બેદરકારી રાખવી ભયંકર છે. આમ થાય છે તેનું કારણ એ છે કે –ભૂલના સ્વરૂપને એ સમજ્યા જ નથી. અજ્ઞાન તે આનું જ નામ. અજ્ઞાની ભૂલ કરતી વખતે ભૂલને જોતાં નથી એટલું જ નહિ પણ ભૂલનું પરિણામ ભગવતી વખતે તેને ભૂલનું મૂળ મળતું નથી. અને તેમ તેમ તે વધુ મૂંઝાય છે. - સાધક ભૂલનું સ્વરૂપ સમજ્યો ત્યારે જ ગણાય કે જ્યારે તે ભૂલ ન કરે એવું તેનું જીવન ઘડાઈ જાય. કદાચ આવા સાધકને પૂર્વઅચાસ ભૂલ કરાવી નાખે એવું બને ખરું, પણ તેનું પરિણામ જે કંઈ આવે તે બદલ તેને શોક સંતાપ ન હોય. ક્રિયાના ઇષ્ટ કે અનિષ્ટ ફળથી તેને સુખ, સંતાપ કે મૂંઝવણ ન થાય. આ વાત અનુભવ પછી જ સમજાય તેમ છે. ભૂલના સ્વરૂપનું અજ્ઞાન સર્વત્ર દષ્ટિગોચર થતું હોય તેવી સ્થિતિ જ્યાં સુધી હોય ત્યાં સુધી ભૂલોને નાબૂદ કરવાના તે મનુષ્ય ગમે તેટલા ઉપાયો યોજે કે પ્રયત્ન કરે તે બધા નિષ્ફળ જ જવાના; એટલું જ નહિ પણ ભૂલની પરંપરાને વધારનારા થઈ પડવાના. “ભૂલો જ ભૂલનું મૂળ છે” એ સૂત્રનું રહસ્ય ચિતવવા યોગ્ય છે.
પ્રથમ સૂત્રમાં વિષય તરફ ઢળતી વૃત્તિને હિંસાનું કારણ બતાવી તે દ્વારા આત્મિક મૃત્યુ શી રીતે થાય છે અને તેને કર્મ તથા ગતિઓ સાથે શેર