________________
૧૪૨
આચારાંગસૂત્ર સંપૂર્ણ વિજ્ય થવો, એટલે કે ચિત્તસંસ્કારને સર્વથા ક્ષય
તે નિર્વાણદશા. આ રીતે આનંદ, સુખ કે શાન્તિના દયેયે પહોંચવા માટે સદુધર્મની આરાધના કરવી ઇષ્ટ છે. પરંતુ ધર્મ કેને કહે? એ જ એક મહાપ્રશ્ન છે. જેના સેવનથી વિષયજન્ય સુખની અભિલાષા મંદ પડે અને સાચા સુખની શોધ તરફ મન, ઇંદ્રિયે અને શરીરનું વલણ થાય તે ધર્મ. અને આવું ધર્મમય જીવન એ જ સાચું ચારિત્રવાન જીવન.
ગુરુદેવ બોલ્યા – [૧] હે જંબુ! જે કઈ આ જગતમાં પ્રયોજન અથવા નિષ્પોજન જીવોની હિંસા કરે છે, તેઓ પાછા તે જ જીવની ગતિએમાં જઈને ઉત્પન્ન થાય છે. એવા તત્ત્વદશી છોને વિષયજન્ય સુખેથી છેડવિવાં એ ભારે મુશ્કેલ છે. તેવા છે કર્મબંધનને લઈને જન્મમરણની પરંપરાથી છૂટી શકતા નથી, અને મેક્ષના માર્ગથી અથવા સત્યસુખથી પણ વેગળા રહે છે. અને ઘણીવાર એવું પણ બને છે કે વિષયસુખને તેઓ ભેગવી તો શકતા નથી, પણ ચિત્તનો વેગ વિષયો તરફ જ હોવાથી તે વિષયોથી દૂર પણ રહી શક્તા નથી.
નેંધ –બીજા પર જે કંઈ હિંસાનો પ્રયોગ થાય છે તેનું ફળ પિતા પર પણ તે જ રૂપે પરિણમે છે–પછી તે સપ્રોજન હો કે અપ્રોજન હો, એમ આ સૂત્રને પૂર્વભાગ કહે છે. તેને ભાવાર્થ ટૂંકમાં આ છે: માણસ પોતાને હણુને પછી જ બીજાને હણી શકે છે. કેઈ બીજાને હણવા તૈયાર થયેલો દેખાય ત્યારે સમજવાનું કે પ્રથમ તે પોતે જ હણાયે છે. હણાયેલો જ બીજાને હણી શકે એ નૈસર્ગિક નિયમ છે. આત્માભિમુખતાથી સાધક જેટલો દૂર તેટલો જ એ બીજાઓની સાથે મૈત્રીભાવથી દૂર રહે. અને ત્યાં સુધીની તેની બધી ક્રિયાઓ લગભગ સ્વ અને પારને ઘાતક જ નીવડે. આવી ક્રિયાઓ જેમજેમ ઉગ્ર થાય, તેમતેમ આત્મવ્યાપકતા હણાતી જાય અને આત્મા વધુ વિકૃત બને. આવું વિકૃત ચેતન્ય પાછું વિકૃત વાતાવરણમાં જ ખેંચાય, અને એ ચૈતન્યને સુખની ઝંખના હેવાથી