________________
દ્વિતીય ઉદ્દેશક
ચારિત્ર ખીલવવાના ઉપાયો
ગત ઉદેશમાં ચારિત્રગઠનની વિવિધ સમાલોચના કરી, અને આંતરિક બળ ખીલવવાથી જ ચારિત્રનું ઘડતર થાય છે તથા ચારિત્ર વાસ્તવિકતામાંથી જ જન્મે છે એમ સમજાવ્યું. હવે આ ઉદ્દેશકમાં આંતરિક બળ ખીલવવાના ઉપાયે બતાવતા
ગુરુદેવ બોલ્યાઃ– | [૧] આ વિશ્વમાં જે સાધકે પાપી પ્રવૃત્તિથી નિવર્સેલા છે, તે સાધકે પિતાના શરીરાદિને નિર્વાહ પણ અનારંભીપણે (નિર્દોષ રીતે) ચલાવી શકે છે.
નોંધ –આંતરિક બળ પાપપ્રવૃત્તિથી નિવાર્યા વિના ખીલી શકે જ નહિ. એટલે પ્રથમ સૂત્રમાં પાપી પ્રવૃત્તિથી નિવર્તવાને નિર્દેશ કરે છે. ઉપગની શન્યતામાં અધમ છે, આથી પાપી પ્રવૃત્તિથી નિવર્તવું એટલે ઉપગમય જીવન જીવવું. અને ઉપગમય જીવન એટલે એચયુક્ત જીવન સમજવાનું છે. આવા સાધકને જે સાધન મળ્યાં છે તો સાધનને ઉપયોગી સામગ્રી મળી જ રહેવાની છે. એ કુદરતના અચળ સિદ્ધાંત પ્રત્યે વિશ્વાસુ હોઈ શકે, સંયમી રહી શકે અને સાધન પર સાધનનિછા હોવા છતાંયે નિર્દોષ રહી શકે.