________________
વસ્તુવિવેક
૧૬૧
નોંધઃ–પરિગ્રહ હોવા છતાં, રાખવા છતાં, તે ભોગવવા છતાં હું તો નિરાસક્ત રહી શકું છું કે નિરાસક્ત રહી શકીશ એમ જે બોલે છે કે માને છે, તે પાખંડ, દંભ કે આત્મવંચના સેવે છે–એવો કંઈક ભાવાર્થ આ સૂત્રમાં છે. અનુભવ પણ એમ જ કહે છે કે પરિગ્રહને સંપર્ક રાખીને નિષ્પરિગ્રહી વૃત્તિ કેળવાઈ શકતી નથી. એટલે નિષ્પરિગ્રહી વૃત્તિ કેળવવા માટે બાહ્ય પદાર્થોનો પરિગ્રહ, તે પર થતો મેહ અને આકર્ષણ સૌથી પ્રથમ તકે છોડવાં જરૂરી છે. જેમ કેઈ અગ્નિને હાથમાં રાખી ઠંડક મેળવવાની ઇચ્છા રાખે કે ઠંડીના જાપ જપે તોપણ ઠંડક ન થવી અને અગ્નિની ઉષ્ણુતા સહવી તેને માટે અનિવાર્ય છે. તેમ જ જે સાધક પરિગ્રહના અગ્નિને સાથે રાખીને નિરાસક્તિની ઠંડક શોધે છે તે નિષ્ફળતા અનુભવે છે. - ઘણીવાર એવું બને છે કે એ પરિગ્રહ પાછળ તેને આશય નીચ, દ્ર કે સ્વાથી નહિ પણ ઉચ્ચ, ઉદાર, અને પરમાથી દેખાતે હોય. માત્ર પોપકાર અને પરમાર્થ ખાતર તે પદાર્થોને સંગ્રહ કરતો હોય તો તેની પાછળ છુપાયેલી પરિગ્રહવૃત્તિ ફૂલીફાલી આખરે ઉન્નતિ અને ચશના શિખરે ચડેલા એ સાધકને પાડવામાં મદદરૂપ બનવા સંભવ રહે છે. એટલે જ નિપરિગ્રહવૃત્તિ કેળવવા માટે બાહ્ય ત્યાગની આવશ્યકતા છે. પછી ભલે તે ગૃહસ્થ સાધક હો કે ભિક્ષુ સાધક હો. દરેકને પોતાની યોગ્યતા અને શક્તિ મુજબ પદાર્થ ત્યાગ કર ઉપયોગી નીવડે છે. જોકે એ આવશ્યતા સૌને અનિવાર્ય છે એમ જાણ્યા પછી પણ બાહ્ય ત્યાગની ભાવના પ્રગટવી એ કંઈ સહજ વસ્તુ નથી. કારણ કે પોતે જે કંઈ ઈચ્છે છે તે બાહ્ય પદાર્થોમાં છુપાયું છે એ ઘણું કાળને જીવન અધ્યાત છે. એટલે એ કેમ છૂટે ? તેના ઉપાયમાં સૂત્રકાર વિચાર અને વિવેક બતાવે છે. સત્યાસત્યને પારખવાની વિવેકબુદ્ધિ જાગે, એટલે અનતંકાલને અસત્યને સત્ય માનવાને અધ્યાસ હોય તોયે છૂટી જાય છે. પરંતુ જ્યાં સુધી એ જાગે નહિ, ત્યાં સુધી તે મનુષ્ય કશું હિતાહિત પણ સમજી શકે નહિ. તે છોડવાની તો વાત જ શી ? આવી વિવેકબુદ્ધિ સવિચાર પછી જ આવે છે, એમ ઉપરના સૂત્રમાં સૂત્રકાર વદે છે.
પણુ એ વિચાર શબ્દ એટલો તો રૂઢ થઈ ગયો છે કે હાલતાં ને ચાલતાં સૌ કોઈ એને ઉપયોગ કરી નાખે છે. પણ વિચારનું સ્વરૂપ આપણે માનીએ છીએ એટલું સરલ કે સુસાધ્ય નથી. જેને ઘણીવાર વિચાર તરીકે
૧૧