________________
ચારિત્રંપ્રતિપાદન
૧૪૩
તે આદ્ય વિધામાં સુખ મેળવવા મથે. પછી વિષય સાથેનુ આક્રમણ વધુ ને વધુ થવાથી આત્મભાનથી વધુ ને વધુ દૂર થવાપણું થાય. તેવા જીવાને જ્યાં સુધી તત્ત્વલાન—સમ્યક્ત્વ—સત્યપિપાસા જાગે નહિ ત્યાં સુધી તેએ વિષયસુખ ભાગવી પણ શકે નહિ, તેમજ વિષયથી વેગળા પણ રહી શકે નહિ, તેવી સ્થિતિમાં હેાય છે. અર્થાત્ કે વસ્તુસ્વરૂપનું સાચું ભાન જેમના હૃદયસ’સ્કારો પર સ્થાપિત ન થયું હાચ તેમને પરાણે થયેલા કે કોઈએ કરાવેલા વિષયાને ત્યાગ ત્યાગરૂપે ફળતા નથી. પણ કેટલીક વાર ઊલટી વિકૃતિ થાય છે. માટે તેવા જીવાને પ્રથમ વિષયાનુ વાસ્તવિક સ્વરૂપ બતાવી તેની વૃત્તિનુ વલણ તે પરથી હટાવી લેવાનેા પ્રયત્ન કરવા જોઈએ.
ચારિત્રગઠન આ રીતે જ થાય છે. ચારિત્ર ક્રિયા પરથી નથી આવતું પણ વાસ્તવિકતા પરથી આવે છે. આ આખા સૂત્રને સાર ટ્રૅક શબ્દોમાં એ નીકળે કે પેાતા પ્રત્યેના અવિશ્વાસ જ અનેક દોષનું મૂળ અને પેાતા પ્રત્યેને વિશ્વાસ એ જ સર્વાં સદ્ગુણાનું—વિકાસનું મૂળ. પણ એ વિશ્વાસ વિના રાક્તિ ન આવે એટલે જ નિ`ળના ત્યાગ એ ત્યાગ ન હેાઈ શકે પણ ત્યાગના સ્વાંગ હેઈ રાકે, અને ત્યાગ વગરના સ્વાંગ તે વધુ પતન કરે. સખળને તે ત્યાગ સહજ હોય. ત્યાગ અને ત્યાગના સ્વાંગનુ આટલું ભેદ રહસ્ય સમજવા ચેાગ્ય છે.
[૨] તત્ત્વદર્શી સ્પષ્ટ જોઈ શકે છે કે જેમ દાભડાની ટોચ પર રહેલું જળબંદુ ખીજા પાણીના બિંદુ ઉપર પડવાથી અથવા વાયુથી કૅપિત થવાથી શીઘ્ર નીચે પડવાના સંભવ રહે છે, તેમ અજ્ઞાની જીવાનું આયુષ્ય અસ્થિર છે.
નોંધઃ—પ્રથમ સૂત્રમાં વસ્તુનુ વાસ્તવિક અજ્ઞાન એ જ પતનનું મૂળ કારણ ખતાવ્યું. હવે આ સૂત્રમાં આધ્યાત્મિક પતનથી શરીરનું પણ પતન થાય છે એમ સમજાવે છે. સૂક્ષ્મ શરીરની સાથે સ્થૂલ શરીરના સબંધ તા છે જ. સૂક્ષ્મ શરીર જ સ્થૂળ શરીર સજે છે. સ્થૂળ શરીર એક આરસી છે. જે ભાવે સૂક્ષ્મ શરીરમાં હેાય છે તેનું પ્રતિબિંબ સ્થૂળ શરીરરૂપી આરસીમાં પડે છે, એમ કહી શકાય. આકૃતિના થતા ફેરફાર તેની પ્રતીતિરૂપે છે. વિષર્ચા તરફ ઢળતી વૃત્તિથી જન્મતા ચિત્તના પરિતાપ દેહ પર કારમી અસર ઉપાવે તેમાં આશ્ચર્ય જેવું કશું નથી. આ રીતે વાસનાથી વિકૃત થયેલા જીવે નું આયુષ્ય ક્ષણે ક્ષણે ભયગ્રસ્ત રહે છે. મૃત્યુને ભય એ પણ મૃત્યુનું પૂરૂપ છે. જેટલું અજ્ઞાન તેટલા જ મૃત્યુને ભય વિશેષ.