________________
૧૪૮
: આચારાંગસૂત્ર
જે કઈ આરંભથી જીવનારા હોય છે, તે બધા વારંવાર મોહજાળમાં ફસાઈ પડે છે.
નેંધ–વિષયાસક્તિનું દુષ્ટ પરિણામ કેટલી હદ સુધી જાય છે, તેની આ સૂત્રમાં સમજણું છે. અન્ય સ્થળે કામથી ક્રોધ અને એમ ઠેઠ આત્મઘાત અને શરીરનાશથી માંડીને સાધભ્રષ્ટતા સુધીને ક્રમ વર્ણવાયો છે. તે આ સૂત્રની પુષ્ટિ કરે છે. તેમ આસક્તિથી આરંભ, પાપક્રિયાથી પાપપરિણામ અને પરિણામ ભોગવવા માટે જન્મમરણ, એમ આખે કમ ચાલ્યા જ કરે છે. એ જાળમાંથી છૂટવાને ઉપાય આ આખા ઉદ્દેશકમાં બતાવ્યો છે. પ્રથમ ભૂલના સ્વરૂપને તપાસવું, ભૂલ શાથી થાય છે તેના મૂળને નેવું. આમ કરવાથી ભૂલ થતી વખતે પણ ભૂલનો ખ્યાલ રહેશે. છતાં પૂર્વઅધ્યાસેથી ભૂલ થઈ જાય તો તે ભૂલના પરિણામને પ્રેમપૂર્વક સહી લેવું એ ચારિત્રગઠનને અતિસરલ અને સુંદર માર્ગ છે.
૯વળી કેટલાએક સાધુ વેશધારણ કરનારા હોવા છતાંયે આસક્તિવશાત્ પાપકર્મોની પ્રવૃત્તિ કરીને પરિણામે દુઃખી થાય છે.
નોંધઃપ્રથમ સામાન્ય સાધકની વાત કરી હવે ત્યાગી સાધકની વાત કરે છે. ચારિત્રગઠનના આ રહસ્યને નહિ સમજનારા જે ત્યાગી હોય છે તેઓ બાહ્ય આરંભને રેકે છે. તો આરંભળવી ગણાય છે, એમ ઉપરના સૂત્રમાં ભાવ છે.
જેઓ આત્મભાવને છોડી પરભાવોમાં શરણું માને છે, તેઓ પાપકમમાં વધુ ને વધુ અટવાતા જાય છે. આમ કહીને સૂત્રકાર એ બતાવવા માગે છે કે ચારિત્રગઠન આંતરિક બળથી જ થઈ શકે, આંતરિક બળના સાધનરૂપે બહારની બધી ક્રિયાઓનો ઉપયોગ ભલે હોય પરંતુ બહારની ક્રિયાના મહત્વની ચાવી તે આંતરિક બળ પર જ હોય. જેટલે અંશે આંતરિક બળ ગુમાવ્યું તેટલે અંશે પામરતા આવી જ; એટલે આંતરિક બળને વિકસાવવા માટે સંયમ, ત્યાગ, વગેરે સાધને બતાવ્યાં છે. કારણ કે આંતરિક બળના વિકાસથીચારિત્રથી જ આત્મશક્તિ ખીલે છે.
[૧૦] હે જંબૂ! તેમના કેટલાક તે વળી ભૂલ જાણવા છતાં તેને સુધારવાને બદલે બીજે જ માર્ગ પસંદ કરે છે. તેઓ સ્વછંદા